આ રેલીમાં સામેલ ખેડૂતો સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવાની માંગ કરી છે. સાથે વીજળીના દરમાં કરેલા વધારાને પરત લેવા, શેરડી પકવતા ખેડૂતોને બાકી રકમ ચુકવવાની માંગ કરી રહ્યાં છે.
ભારતીય કિસાન સંગઠનના અધ્યક્ષ પૂરન સિંહે શુક્રવારે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલયના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વાતચીત નિષ્ફળ થયા બાદ અમારી પાસે એકમાત્ર વિકલ્બ બચ્યો છે જે અમારી માંગ તરફ ધ્યાન આકર્ષિત કરશે તે છે દિલ્હી સુધી કૂચ કરવું. ભારતીય કિસાન સંગઠનનું કહેવું છે કે સરકાર અમારી માંગો પર ધ્યાન નથી આપતી.
ખેડૂતોની માંગ છે કે ઓછા દરે વીજળી મળે, શેરડીની બાકી રકમ વ્યાજ સાથે મળે, ગૌવંશની દેખભાળનું ભત્થું વધારવામાં આવે, ખેડૂતો માટે પેન્શન શરુ કરવામાં આવે. ખેડૂતોનું અકસ્માત વીમો હોય, સ્વામીનાથન આયોગની રિપોર્ટ લાગુ કરવામાં આવે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે.