Farmer suicide Keshod Shergarh: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં એક અત્યંત દિલ દ્રાવક ઘટના સામે આવી છે. દાનાભાઈ બાબરિયા નામના સ્થાનિક ખેડૂતે પોતાનું જીવન ગળે ફાંસો ખાઈને ગુમાવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતાં દાનાભાઈ ભારે ચિંતા અને આર્થિક તાણમાં મૂકાઈ ગયા હતા. આર્થિક વિકટ પરિસ્થિતિથી ત્રસ્ત થઈ, અંતતઃ તેમણે ગળેફાંસો ખાઈ પોતાનો જ જીવનનો અંત કર્યો.
દાનાભાઈની ચાર દીકરીઓએ પિતાની કરુણ અંતિમ વિધિ કરી, જેમાં શોકાકુલ પરિવારનું દર્દ સમગ્ર ગામે અનુભવ્યું. આ ઘટના સૌરાષ્ટ્રના ખેડૂત સમાજમાં પાછોતરા વરસાદ બાદ બીજી આત્મહત્યાનો એક દુઃખદ પ્રસંગ છે. થોડા દિવસ પહેલાં જ રાજકોટના સરધાર ગામમાં પણ 45 વર્ષીય ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, જેનો પરિવાર પાક નિષ્ફળ જવાને કારણે હોવાનો દાવો કરે છે.
આ ઘટનાઓ ખેડૂત સમાજની વર્તમાન વિકટ પરિસ્થિતિનો ચિતાર રજૂ કરે છે, જ્યાં પાક નિષ્ફળતા, આર્થિક તાણ અને ઋણ ખેડૂતોને જીવનના છેલ્લા પગથિયે ધકેલી રહ્યાં છે.
આંકડા દર્શાવે છે કે 2022માં દેશમાં દર કલાકે ઓછામાં ઓછા 1 ખેડૂતે આત્મહત્યા કરી હતી. નેશનલ ક્રાઈમ બ્યુરો (NCRB)ના ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2022માં ખેતી સાથે જોડાયેલા દેશના લગભગ 11,290 લોકોએ આત્મહત્યા કરી હતી.
NCBના ડેટા અનુસાર 11,290 આત્મહત્યાઓમાંથી 5,207 ખેડૂતો તરીકે વર્ણવી હતી જ્યારે 6,083 ખેતમજૂરો હતા. 2021 ની સરખામણીમાં, કૃષિ સમુદાયમાં આત્મહત્યામાં લગભગ 3.7 ટકા અને 2020 ની સરખામણીમાં 5.7 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર પછી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મધ્ય પ્રદેશ ખેડૂતોની આત્મહત્યાની યાદીમાં હતા જેમાં કોઈ રાજ્ય સામેલ થવા માંગતું નથી.
આત્મહત્યા કરનારા ખેતી સાથે સંકળાયેલા લોકોમાંથી 38 ટકા એકલા મહારાષ્ટ્રના હતા (4,248 ખેડૂતો). આ પછી કર્ણાટકમાં 2,392, આંધ્રપ્રદેશમાં 917, તમિલનાડુમાં 728 અને મધ્ય પ્રદેશમાં 641 ખેડૂતોએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો.
2021 ની સરખામણીમાં 2022 દરમિયાન ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યામાં સૌથી વધુ વધારો ઉત્તર પ્રદેશમાં (42.13 ટકા) નોંધાયો હતો. આ પછી છત્તીસગઢ (31.65 ટકા) હતું. જ્યારે કેરળમાં 2021ની સરખામણીમાં લગભગ 30 ટકા ઓછા આત્મહત્યાના કેસ નોંધાયા છે.
જો કે, એ પણ નોંધવું જોઈએ કે 2022 માં, જ્યારે દેશમાં સરેરાશ કૃષિ ક્ષેત્રમાં આત્મહત્યાના કેસ વધી રહ્યા હતા, ત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ચંદીગઢ, લક્ષદ્વીપ અને પુડુચેરી એવા કેટલાક રાજ્યો હતા જ્યાં કૃષિ ક્ષેત્રને લગતી કોઈપણ આત્મહત્યા નોંધવામાં આવી હતી.
આ પણ વાંચોઃ