કોરોનાવાઈરસ બીમારીનું જોખમ વધી જતાં મહારાષ્ટ્ર સરકારમાં લોકડાઉન લાગુ કરવાની હિલચાલ શરૂ થઈ હતી, પરંતુ આજે યોજાઈ ગયેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 એપ્રિલ સુધી એવું સંપૂૂર્ણ લોકડાઉન નહીં લાગુ કરાય, પરંતુ કોરોનાનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોનો કડક રીતે અમલ કરવામાં આવશે. તે ઉપરાંત શુક્રવારે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવશે. હાલ લાગુ કરવામાં આવેલા નાઈટ-કર્ફ્યૂનો કડક રીતે અમલ કરવાનું નક્કી કરાયું છે. રાતનો કર્ફ્યૂ રાતે 8 વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. હોટેલ, રેસ્ટોરન્ટ્સમાં માત્ર પાર્સલ લઈ જવાની જ છૂટ રહેશે, ગ્રાહકોને ત્યાં બેસાડીને જમાડી શકાશે નહીં.

Continues below advertisement


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે વિકેન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.


ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલે જનતાને સંબોધન કરતાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે લોકો બેદરકાર બની ગયા છે, જાહેર સ્થળોએ ભીડને રોકવા માટે એક-બે દિવસમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.


મહારાષ્ટ્રમાં શું ચાલુ અને શું રહેશે બંધ



  • શુક્રવારે સાંજે 8 થી સોમવારે સવારે 7 વાગ્યે લોકડાઉન

  • લોકલ ટ્રેન ચાલુ રહેશે

  • જીમ બંધ થશે

  • આવશ્યક સેવાઓ માટેની પરવાનગી

  • ફક્ત આવશ્યક સેવાઓમાં લોકોને વાહન ચલાવવાની મંજૂરી છે

  • માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

  • ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ રહેશે

  • સિનેમા, થિયેટરો સંપૂર્ણપણે બંધ

  • બગીચા, મેદાન બંધ

  • જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં નિર્ણય લેવાનો અધિકાર સ્થાનિક વહીવટી તંત્રને છે

  • મૂવીઝ અને સિરીયલોનું શૂટિંગ મોટી સંખ્યામાં થઈ શકતું નથી

  • રિક્ષા-ડ્રાઇવર + 2 લોકો

  • તમે બસથી જ મુસાફરી કરી શકો છો

  •  ટેક્સીમાં માસ્ક પહેરો

  •  કચેરીઓને ઘરેથી કામ શરૂ કરવા સૂચના

  •  મંત્રાલય, મહત્વપૂર્ણ સ્થાનો પર મુલાકાતીઓ પર પ્રતિબંધ છે

  • ફિલ્મના શૂટિંગની મંજૂરી છે, પરંતુ તેમાં ભીડ ન હોવી જોઈએ

  • પ્રતિબંધિત વિસ્તાર બનાવો

  • સોસાયટીની બહાર બોર્ડ લગાવવું અન્યથા દંડ ફટકારશે

  • 20 લોકોને અંતિમ વિધિ માટે મંજૂરી

  • લગ્નોમાં ભાગ લેનારા લોકોની સંખ્યા મર્યાદિત છે

  • હવાઇ મુસાફરીમાં કોઈ પરિવર્તન નથી, તેમ છતાં, પરીક્ષણ કડક કરવામાં આવશે.