મુંબઈના બોરીવલી વેસ્ટમાં એક શોપિંગ સેન્ટરમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ પછી ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી હતી. મુંબઈના બોરીવલી વેસ્ટમાં એક શોપિંગ સેન્ટરમાં આજે સવારે આગ લાગી હતી. 16 ફાયરબ્રિગેડની ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.


ચીફ ફાયર ઓફિસર પી.એસ. રાહંગદડેએ જણાવ્યું કે, સવારના 3 વાગ્યાથી અમે આગ પર કાબૂ મેળવવા કોશિશ કરી રહ્યા છીએ. આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી છે. અમે આગને રોકવા માટે એક રોબો ગોઠવી દીધો છે. આવનારા 1-2 કલાકમાં સારૂ પરિણામ આવવાની શક્યતા છે.



ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બોરીવલીમાં એસવી માર્ગ સ્થિત ઈંદ્રપ્રસ્થ મોલના બેઝમેન્ટમાં આશરે ત્રણ વાગ્યે આગ લાગવાની સૂચના મળી હતી. આ મોલ ત્રણ માળનો છે. આગ બે માળ સુધી ફેલાઈ ગઈ હતી. પહેલા આગળને બીજા સ્તરની શ્રેણીમાં રાખવામાં આવી હતી પરંતુ બાદમાં આશરે ચાર વાગ્યે ત્રીજી શ્રેણીમાં અને ફરી સવારે છ વાગ્યેને 25 મિનિટે ચોથા સ્તરની શ્રેણીમાં રાખવામાં આવી હતી.