નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહેલા કેસ અને તહેવારાની સીઝનમાં પ્રદુષણની ચિંતાજનક સ્થિતિને લઈ થયેલી સમીક્ષા બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોએ આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે દિલ્હીની કેજરીવાલ સરકારે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

દિલ્હીમાં 7થી 30 નવેમ્બર સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા, વેચવા અને ખરીદવા પર પ્રતિબંધ રહેશે. મહત્વની વાત એ છે કે, જો કોઈ ફટાકડા ફોડવા માંગે છે તો તે 7 નવેમ્બર પહેલા અને 30 નવેમ્બર બાદ જ ફોડી શકશે, પરંતુ તેમાં પણ માત્ર ગ્રીન ફટાકડાજ  ફોડી શકશે.



સીએમ કેજરીવાલના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસની સાથે પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન પ્રદુષણનું વધવુ દિલ્હીની પ્રજાના સ્વાસ્થ્ય માટે ખૂબજ ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં દિલ્હી સરકાર દિવાળી પર ફોડવામાં આવતા તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી રહી છે.