ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના એક દિવસ બાદ રવિવારે ઈસરોએ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં 'ચંદ્રયાન-3' પરથી લેવામાં આવેલી ચંદ્રની તસવીરો બતાવવામાં આવી છે. સ્પેસ એજન્સીએ વીડિયો સાથે લખ્યું છે કે 'ચંદ્રયાન-3' મિશનમાંથી ચંદ્રનો નજારો, જ્યારે તેને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી.





 


વીડિયો દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં ચંદ્રને વાદળી-લીલા રંગમાં બતાવવામાં આવ્યો છે. ચંદ્ર પર ઘણા ખાડાઓ પણ દેખાય છે.  આજે ચંદ્રયાનને ચંદ્રની નજીક લાવવામાં આવશે.  


આ પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું


આ પહેલા  ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહેલા ચંદ્રયાન-3એ શુક્રવારે એટલે કે 4 જુલાઈએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું બે તૃતીયાંશથી વધુ અંતર કાપ્યું હતું. એક દિવસ પછી એટલે કે 5 ઓગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.


મિશન ધીરે ધીરે ચંદ્રની નજીક પહોંચશે






ચંદ્રયાન-3ને 9 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાની આસપાસ ત્રીજા ચંદ્ર ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવશે. આ પછી 14 ઓગસ્ટ અને 16 ઓગસ્ટે તેને અનુક્રમે ચોથા અને પાંચમી ભ્રમણકક્ષામાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.


ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે


ચંદ્રયાન-3ને તેની સફર પૂર્ણ કરવામાં વધુ 18 દિવસ લાગશે. 23મી ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગનો આ તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-2 સોફ્ટ લેન્ડિંગમાં જ નિષ્ફળ ગયું હતું. અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો દેશ છે જેણે ચંદ્ર પર પોતાનું યાન મોકલ્યું છે. જો 23 ઓગસ્ટનું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે, તો ભારત ચંદ્રની દક્ષિણ સપાટી પર યાન ઉતારનાર પ્રથમ દેશ બનશે. લેન્ડિંગ પર આ યાન એક ચંદ્ર દિવસ માટે કામ કરશે, જે પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial