જીકા વાયરસ:કોરોના વાયરસની બીજી લહેર હવે લગભગ સમાપ્ત થઇ ગઇ છે. દેશમાં કોવિડના કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. જો કે જીકા વાયરસનો કેસ સામે આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલો જીકા વાયરસનો કેસ નોંધાયો છે. જીકા વાયરસનો કેસ નોંધાતા કાનપુર સ્વાસ્થ્ય વિભાગ હડકંપમાં આવી ગયું છે. એરફોર્સ કર્મીમાં જીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જીકા વાયરસનું નિદાન થતાં એરફોર્સ કર્મીને એરફોર્સ આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને જ્યાં એડમિટ કરાયા છે તે જકારિયા કમ્પાઉન્ડને એક કિલોમીટરના ક્ષેત્રને કન્ટેઇન્ટેમેન્ટ ઝોન બનાવી દેવાયું છે.
જીકા વાયરસ જે મચ્છરથી ફેલાઇ છે.તે ચારસો મીટરની રેન્જમાં અસર કરે છે. તેથી એક કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેથી તેનો પ્રસારને રોકી શકાય. કાનપુરના સીએમઓના જણાવ્યાં અનુસાર દિલ્લી અને લખનઉથી આવેલ સ્વાસ્થ્ય વિભાગની ટીમની સાથે સમન્વ્ય કરીને કામ કામ કરે છે.
જીકા વાયરસ શું છે અને ગર્ભવતી મહિલા માટે કેમ છે ખતરનાક ?
જીકા ફ્લેવિવાઇરિડે ફેમિલિનો એક વાયરસ છે. એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. જેનું નામ યુગાન્ડાના જિકા જંગલોના નામ પરથી પડ્યું છે. 1947માં આ પહેલી વખત આ જ જંગલમાં જ જોવા મળ્યો હતો અને વાનરોને આઇસોલેટ કરાયા હતા. પાંચ વર્ષ બાદ 1952માં યુગાન્ડા અને તંજાનિયાનમાં પહેલી વખત આ વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો હતો.જીકા વાયરસ સામાન્ય રીતે એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભવતી મહિલામાં આ વાયરસનું સંક્રમણ વધુ ચિંતાજનક છે કારણ કે, જીકા વાયરસથી સંક્રમિત મહિલાના ગર્ભસ્થ શિશુને તે સરળતાથી સંક્રમિત કરે છે. જેના કારણે શિશુ ગર્ભમાં જ માઇક્રોસેફલીનો શિકાર થાય છે. આ બીમારીમાં બાળકના મષ્તિષ્કનો વિકાસ નથી થતો.