લખનઉ:નાગરિકતા સંશોધન એક્ટને લઈને ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા હતા. જેમાં આજે પાંચ લોકોના મોત થયા છે. યુપીના ગૃહ સચિવ અવનિશ અવસ્થીએ આ જાણકારી આપી હતી. બીજી તરફ મેરઠની ઇસ્લામાબાદ પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી.


ઉત્તર પ્રદેશમાં સતત બીજા દિવસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે હિંસા થઈ હતી. આ દરમિયાન બિજનોરમાં ગોળી વાગવાથી 2 લોકોના મોત થયા હતા. લખનઉ, કાનપુર, સંભલ અને ફિરોજાબાદમાં એક-એક લોકોના મોત થયા હતા. જ્યારે 8 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા હતા.


પ્રદર્શનના કારણે સોમવાર સુધી તમામ સ્કૂલોમાં રજાની જાહેરાત કરી દેવાઈ છે. આ ઉપરાંત શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.