બેંગલુરુઃ દેશમાં લોકડાઉન વચ્ચે આજથી ઘરેલુ વિમાન સેવા શરૂ થઈ છે. અનેક યાત્રી ફ્લાઇટથી તેમના ઘરે પહોંચી ચુક્યા છે. આ દરમિયાન એક વર્ષનો બળક પણ એકલો ફ્લાઇટમાં દિલ્હીથી બેંગલુરુ ટ્રાવેલ કરીને માતા પાસે પહોંચ્યો હતો.


આ બાળક ત્રણ મહિનાથી દિલ્હીમાં દાદા-દાદી પાસે હતો. લોકડાઉનના કારણે તે માતા પાસે જઈ શકતો નહોતો. પાંચ વર્ષના બાળકનું નામ વિહાન શર્મા છે. વિહાનની માતા મંજીશ શર્મા પુત્રને લેવા એરપોર્ટ પર આવી હતી.

વિહાનની માસ્ક અને ગ્લવસ પહેરેલી તથા હાથમાં સ્પેશિયલ કેટેગરીનું પ્લેકાર્ડ લઇ ઉભેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

બે મહિનાથી પણ લાંબા સમયથી ચાલ્યા આવતા લોકડાઉનમાં દેશના તમામ એરપોર્ટ પરથી ઉડાનો રદ્દ કરી દેવામાં આવી હતી. હવે 25 મેથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે.