Army Day :પુણેમાં બુધવારે આર્મી ડે પરેડ યોજાઈ હતી. ભારતીય સેનાના (Robotic Mules ) મ્યૂલએ (રોબોટિક ડોગ્સ)  આ પરેડમાં પ્રભુત્વ જમાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ રોબોટિક ડોગ્સથી આવનારા સમયમાં ભારતીય સેનાના ઘણા કામ આસાન થઈ જશે. ભારતીય સેનામાં રોબો ડોગ્સના 100 યુનિટ સામેલ કરવામાં આવ્યા છે. આ રોબો ડોગ્સને MULE એટલે કે મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ નામ આપવામાં આવ્યું છે.

Continues below advertisement


ભારતીય સેના દિવસની પરેડમાં પ્રથમ વખત રોબોટિક ડોગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સેનાએ તેમને તાજેતરમાં LAC પર પણ તૈનાત કર્યા છે. તેઓ 30 કિલો સુધી વજન ઉપાડી શકે છે, અને ઊંચાઈમાં 10 ફૂટ સુધી ચઢવામાં સક્ષમ છે. ચાલો જાણીએ શું છે તેમની વિશેષતા?


ભારતીય સૈન્ય દિવસ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે ભારતીય સેનાની બહાદુરી અને સમર્પણનું સન્માન કરવાનો દિવસ છે. રોબોટિક ડોગ્સએ પ્રથમ વખત આર્મી ડે પરેડમાં ભાગ લીધો છે. સેનાએ તેમને તાજેતરમાં LAC પર પણ તૈનાત કર્યા છે. રોબોટિક ખચ્ચર હેવી લિફ્ટિંગ અને સર્વેલન્સનું કામ સારી રીતે કરી શકે છે.


ઉત્તરીય બોર્ડર પર તૈનાત આ મ્યૂલ (રોબોટ્ક ડોગ્સ) થર્મલ કેમેરા અને સેન્સરથી સજ્જ છે. તેઓ 30 કિલો સુધી વજન ઉપાડી શકે છે, અને ઊંચાઈમાં 10 ફૂટ સુધી ચઢવામાં સક્ષમ છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મ્યૂલ  સમયમાં હથિયારોથી પણ સજ્જ થઈ જશે.




આ રોબોટિક ડોગ સેનાની તાકાતમાં વધુ વધારો કરી રહ્યા છે. આ ઊંચાઈ પરના  વિસ્તારોમાં ખૂબ મદદરૂપ છે. આને 'રોબોટિક ખચ્ચર' એટલે કે મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ પણ કહેવામાં આવે છે. પરેડમાં આ રોબોટિક ખચ્ચરની હાજરી ભારતની સૈન્ય ક્ષમતાને વધારશે


રોબોટિક ડોગ્સ દરેક સિઝનમાં ઉપયોગી થશે


રોબોટિક ખચ્ચરનો ઉપયોગ કોઈપણ સિઝનમાં કરી શકાય છે. તે માત્ર વજન જ વહન કરી શકતું નથી પરંતુ જરૂર પડ્યે દુશ્મન પર ગોળીઓનો વરસાદ પણ કરી શકે છે. ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (EP)ના ચોથા તબક્કા (સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2023) હેઠળ 100 રોબોટિક ડોગ્સ  ખરીદ્યા હતા અને તેમને આગળના વિસ્તારોમાં તૈનાત કર્યા હતા.


પડોશી ચીનનો સામનો કરવા માટે, પૂર્વ લદ્દાખમાં આર્મી વિવિધ કાર્યો માટે, ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારો માટે તકનીકી ઉત્પાદનો શોધી રહી છે. સેનાની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વદેશી રોબોટિક ખચ્ચર બનાવવામાં આવ્યું છે.


-40 સુધી કામ કરી શકે છે


રોબોટિક ખચ્ચર તમામ પ્રકારના અવરોધોને  દૂર કરી શકે છે. તે પાણીની અંદર જઈ શકે છે અને નદીઓ અને નાળાઓ પણ પાર કરી શકે છે. તે ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ, ઇન્ફ્રારેડ જેવી વસ્તુઓને શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. તે માત્ર સીડીઓ, ઢાળવાળી ટેકરીઓ અને અન્ય અવરોધોને જ સરળતાથી પાર કરતું નથી  નથી, પરંતુ -40 થી +55 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ કામ કરી શકે છે. આ ઉપરાંત, તે 15 કિલો વજન પણ વહન કરી શકે છે.


આ કામોમાં રોબોટિક ડોગ્સ  ખાસ છે


તેઓ કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે.


તેઓ -40 થી +55 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં કામ કરી શકે છે.


તે 15 કિલો વજન ઉપાડી શકે છે.


તે સરળતાથી સીડી, ઢોળાવવાળી ટેકરીઓ અને અન્ય અવરોધો પાર કરી શકે છે.


તે પાણીની નીચે જઈ શકે છે અને નદીઓ અને નાળાઓ પણ પાર કરી શકે છે.


તેમની પાસે ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ, ઇન્ફ્રારેડ જેવી વસ્તુઓ શોધવાની ક્ષમતા છે.


આમાં 360 ડિગ્રી કેમેરા છે જે દુશ્મનનું લોકેશન શોધી શકે છે.


તેમાં થર્મલ કેમેરા અને અન્ય સેન્સર લગાવવામાં આવ્યા છે.


સરહદ પર તૈનાત સૈનિકોને નાની વસ્તુઓ લઈ જવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.


ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (EP)ના ચોથા તબક્કા (સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2023) હેઠળ 100 રોબોટિક ડોગ્સ  ખરીદ્યા છે. તેમને આગળના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.