Ceasefire Violation: પાકિસ્તાન તરફથી લગભગ દોઢ વર્ષ બાદ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે. જો કે ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. યુદ્ધવિરામ કરાર બાદ ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે પાક રેન્જર્સે અરનિયા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફાયરિંગ કર્યું હતું. BSFએ પણ જવાબી ગોળીબાર કર્યો હતો.


પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ સરહદ પર વાડ લગાવી રહેલા BSF જવાનો પર ગોળીબાર કર્યો છે. જો કે બાદમાં ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અરનિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. આ પછી ભારતીય સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.






પાકિસ્તાની રેન્જર્સ ફેન્સીંગનો વિરોધ કરી રહ્યા હતા


BSFએ કહ્યું કે પાકિસ્તાનના રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની રેન્જર્સ સરહદ પર ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલી ફેન્સીંગના કામનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી તેણે બીએસએફ જવાનો પર ગોળીબાર કર્યો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી.






તમને જણાવી દઈએ કે તાજેતરમાં 27 ઓગસ્ટે BSFએ સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે BSFના જવાનોએ સિયાલકોટના રહેવાસી મોહમ્મદ શબાદ (45)ને ઘૂસણખોરી કરતા જોયો હતો, જ્યારે તે સરહદ પારથી અરનિયા સેક્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ચેતવણી આપવા માટે તેઓએ ગોળીબાર પણ કર્યો હતો. જે બાદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.