નવી દિલ્હી: ફાઈઝર અને મોડર્ના જેવી વિદેશી રસી માટે ભારત આવવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. બંને કંપનીઓના રસી સ્થાનિક પરીક્ષણોમાંથી પસાર થવાની રહેશે નહીં. ડ્રગ કંટ્રોલર જનરલ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ ફાઈઝર અને મોડર્ના જેવા વિદેશી રસીઓ પર અલગ સ્થાનિક ટ્રાયલ હાથ ધરવાની શરતોને દૂર કરી છે. એટલે કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સીના ઉપયોગ માટે કોઈ વિદેશી રસી મંજૂર કરવામાં આવી છે, તેથી ભારતમાં ટ્રાયલ કરવી પડશે નહીં.
ડીસીજીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે રસીને વિશિષ્ટ આરોગ્ય સંસ્થાની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેને વિદેશી કંપનીઓએ લોન્ચિંગ પછીના બ્રિજિંગ ટ્રાયલ્સ' કરવાની અને ભારતમાં તેમની રસીઓની ગુણવત્તાની ચકાસણી કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે, પત્રમાં જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અને રસીઓની ઉપલબ્ધતામાં વધારો કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, "ઇમરજન્સી સીમિત ઉપયોગ માટે ભારતમાં રસીના ઉપયોગને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુ.એસ. એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલી અથવા ડબ્લ્યુએચઓની ઇમરજન્સી ઉપયોગની સૂચિમાં સૂચિબદ્ધ અને જે લાખો લોકો પર પહેલેથી જ ઉપયોગમાં લેવામાં આવી છે તે રસીઓને મંજૂરી આપવામાં આવી છે. રસી પરીક્ષણ અને બ્રિજિંગ ટ્રાયલને સીડીએલ, કસૌલી દ્વારા મુક્તિ આપવામાં આવી શકે છે.
અમેરિકા કંપનીએ દાવો કર્યો છે કે, તેમણે વયસ્ક પર કોવિડ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકી નિયામકની પૂર્ણ મંજુરી લઇ લીધી છે. મોર્ડનાએ મંગળવારે જાહેરાત કરી કે, બંને ડોઝના ડેટા એફડીએને આપવાનું શરૂ કરી દીધું છે. એફડી અને બીજા કેટલાક દેશોના નિયામક મોર્ડનાની વેક્સિનના ઇમજરન્સી ઉપયોગ પહેલાથી મંજૂરી આપી ચૂક્યાં છે.
ઇમરજન્સી ઉપયોગના મંજૂરી મળ્યાં બાદ મોર્ડના વેક્સિન પર મોટા પાયે હાલ સંશોધન ચાલું છે. એફડીએ એ વાતની તપાસ કરશે કે. રસી સંપૂર્ણ રીત મંજૂરી દેવાના માપદંડો પર ખરી ઉતરે છે કે નહી. આ પહેલા અને જર્મની તેમની ભાગીદારીની કંપની બાયોટેક પણ મંજૂરી માંગી ચૂકી છે.