શ્રીનગર: જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આજે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા તેમના રેડિયો શોમાં જમ્મુ-કશ્મીરની સ્થિતિનો ઉલ્લેખ કરવાના કારણે તેમની પ્રશંસા કરી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, “રાજ્યના વિરોધી પક્ષો સાથે મુલાકાત બાદ પણ આ પ્રયાસ જોઇને સારુ લાગ્યું. ”

ઉલ્લેખનીય છે કે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે કશ્મીર હિંસાના મુદ્દાને લઇને નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, અને આજે મોદીએ મન કી બાતમાં કશ્મીરની પરિસ્થિતિનું ઉલ્લેખ કરવા પર ઉમર અબ્દુલ્લાએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી છે. મોદીએ મન કી બાતમાં કહ્યુ હતું કે કશ્મીરમાં “જે લોકો યુવાનોને પથ્થરમારો કરવા માટે ભડકાવી રહ્યા છે, તે લોકોને એક દિવસ તે બાળકોની સામે આવીને જવાબ આપવો  પડશે.”