Telangana Leaders Joins Congress: કૉંગ્રેસે તેલંગાણાના સીએમ કેસીઆરની પાર્ટી બીઆરએસને મોટો ઝટકો આપ્યો છે. ભૂતપૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, તેલંગાણાના પૂર્વ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવ સહિત 10 નેતાઓ સોમવારે (26 જૂન) કૉંગ્રેસમાં સામેલ થયા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં આ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે.
આ દરમિયાન કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના તેલંગાણા પ્રભારી માણિકરાવ ઠાકરે અને પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંત રેડ્ડી હાજર હતા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી એઆઈસીસી ઓફિસમાં તેલંગાણા કોંગ્રેસના નેતાઓને પણ મળ્યા હતા.
આ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા
પીએસ રેડ્ડી અને કૃષ્ણા રાવ ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્ય ગુરુનાથ રેડ્ડી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સેવારત જિલ્લા પરિષદના અધ્યક્ષ કોરામ કનકૈયા, ભૂતપૂર્વ ધારાસભ્ય પાયમ વેંકટેશ્વરલુ, DCCB પૂર્વપ્રમુખ મુવામેન્ટ વિજયા બેબી, એસસી કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ પીદમાર્થી રવિ, વર્તમાન DCCB અધ્યક્ષ થુલ્લુરી બ્રમ્હૈયા, વર્તમાન માર્કફેડ પ્રદેશ ઉપાધ્યક્ષ બોર્રા રાજશેખર અને વાર્યાથી વર્તમાન નગરપાલિકા પ્રમુખ એસ. જયપાલ કૉંગ્રેસમાં સામેલ થયા હતા.
જાણો કોણ છે પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી ?
પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી ખમ્મમ લોકસભા સીટના ભૂતપૂર્વ સાંસદ છે. રેડ્ડીએ YSR કૉંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. આ પછી તે કેસીઆરની પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. તેલંગાણાના કૃષ્ણા રાવ કે. ચંદ્રશેખર રાવ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. આ બંને નેતાઓને થોડા મહિના પહેલા પક્ષ વિરોધી ગતિવિધિઓના કારણે ભારત રાષ્ટ્ર સમિતિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ચૂંટણી રાજ્યમાં કૉંગ્રેસે ખેલ પાડ્યો
આ બંને નેતાઓ ઉપરાંત MLC દામોદર રેડ્ડી, પૂર્વ ધારાસભ્ય સહિત લગભગ દોઢ ડઝન નેતાઓ કૉંગ્રેસમાં જોડાયા છે. કર્ણાટકમાં જીત મેળવ્યા બાદ તેલંગાણામાં સત્તારૂઢ બીઆરએસમાં કોંગ્રેસે જે રીતે ખેલ પાડ્યો છે તેનાથી તેલંગાણામાં ચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનશે. તેલંગાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial