નવી દિલ્હી: ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના નિધન પર સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.




ગૃહ મંત્રાલયે કહ્યું રાજકી શોક દરમિયાન દેશભરમાં સરકારી ઈમારતો પર તિરંગો અડધી કાઠીએ રહેશે અને કોઈ સરકારી કાર્યક્રમ નહી યોજાય.

ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું સોમવારે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રણબ મુખર્જી 84 વર્ષના હતા. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ તેમના નિધનની જાણકારી આપી હતી.

પ્રણવ મુખર્જીના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું પ્રણવ મુખર્જીના નિધનથી આખો દેશ દુ:ખી છે, તેઓ સ્ટેટ્સમેન હતા. તેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે.