આદિત્યનાથે કહ્યુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સરકાર સામે પડકાર હતો. સરકારના પ્રયાસોથી કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે. રાજ્યની કાયદો વ્યવસ્થા સુધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ રમખાણ થયા નથી. એટલું જ નહી અન્ય ગુનાની ઘટનામાં ઘટાડો થયો છે. આ સાથે જ પોલીસને આધુનિક બનાવવામાં સરકારે ઘણુ કામ કર્યુ છે.
મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યુ કે, અમે રાજ્યની વિકાસની ગતિ વધારી છે. કુંભ મેળાનું આયોજન થયું જેમાં 24 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ઓડીઓપી યોજનાનું પ્રારંભ કરવાનું હોય કે, યુપી ઇન્વેસ્ટર સમિટ કાર્યક્રમ, ઇન્ટર સ્ટેટ કનેક્ટિવિટીનો કાર્યક્રમ, તમામ જિલ્લાને ફોર લેનમાં જોડવો. 11 એરપોર્ટ પર કામ થઇ રહ્યુ છે. જેવર એરપોર્ટને વૈશ્વિક સ્તર પર બનાવવાનું છે.
યોગીએ કહ્યુ કે, પૂર્વાચલ એક્સપ્રેસ વેમાં કામ પુરુ થઇ ચૂક્યું છે. આ વર્ષના અંતથી લોકો તેનો ઉપયોગ કરી શકશે. બુંદેલખંડ એક્સપ્રેસ આગામી વર્ષે ખુલશે. અમે ગંગા એક્સપ્રેસ વે પણ બનાવી રહ્યા છીએ.