શ્રીનગર: દેશ જ્યારે કારગિલ દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે  પાકિસ્તાનના આતંકીઓએ ફરીથી કશ્મીરના કુપવાડામાં ઘુસવાની કોશિશ કરી હતી. જેમાં ચાર આતંકીઓને જવાનો દ્વારા ઠાર મરાયો છે તો એકને જીવતો પકડવામાં આવ્યો છે. આતંકીઓ જ્યારે દેશની સરહદમાં ઘુસવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જવાનોની નજર તેમના પર પડી હતી. જે બાદ તેમની વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો, જેમાં 4 આતંકીઓનું મોત થયું છે જ્યારે એક જીવતો પકડાયો છે. જે સૌથી મોટી સફળતા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જે આતંકી ઝડપાયો છે તેનું નામ બહાદુર અલી છે જે લાહોરનો રહેવાસી છે. જ્યારે બીજા પાંચ આતંકીઓ લશ્કર-એ-તોઈબાના સભ્યો હતા.