ONGC Chopper Accident: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)નું હેલિકોપ્ટર 7 મુસાફરોને લઈને સાગર કિરણ રિગ ખાતે જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોમાં 6 લોકો ONGCના કર્મચારીઓ હતા. આ દરમિયાન સાગર કિરણ રિગ ખાતે હેલિકોપ્ટરનું અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયાં છે જેમાં 3 ONGCના કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. 


દુર્ધટનામાં 4 લોકનાં મોતઃ
મહત્વનું છે કે, ONGCએ પવન હંસ સિકોર્સ્કી S-76ને લીઝ પર લીધું હતું. આ હેલિકોપ્ટરમાં ONGCના કર્મચારીઓને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફ્લોટર્સનો ઉપયોગ કરીને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઈથી 50 નોટીકલ માઈલ દુર દરિયામાં આ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાગર કિરણ રિગથી એક બોટ હેલિકોપ્ટરમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવા માટે આવી હતી. આ બોટમાં કેટલાક લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું જ્યારે 4 લોકોને નહોતા બચાવી શકાયા. 










આ પણ વાંચોઃ


Gujarat Weather: ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, આ બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ


Covid-19: દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થતા કેંદ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, જાણો શું આપ્યા આદેશ


Mukesh Ambani Resigns: મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ બન્યું નવા ચેરમેન