નવી દિલ્હીઃ 1 ઓક્ટોબર 2019થી દેશભરમાં બનનાર ડ્રાઈવિંગ લાઈસન્સ (ડીએલ) અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)નું ફોર્મેટ એક જેવું જ હશે. એટલું જ નહીં તમામ રાજ્યોમાં ડીએલ અને આરસીનો કલર પણ એક જેવો જ હશે અને તેમાં જાણકારીઓ પણ એક સરખી જગ્યાએ હશે. આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણયથી ડીએલ અને આરસીમાં જાણકારીઓને લઈને ભ્રમની સ્થિતિ નહી બને. અત્યાર સુધી દરેક રાજ્ય પોતાની સુવિધા અનુસાર, જ ડીએલ અને આરસીનું ફોર્મેટ તૈયાર કરાતું હતું. જેના કારણે કેટલાક રાજ્યમાં કેટલીક જાણકારી જો ડીએલના ફ્રન્ટ પર હોય તો, અન્ય રાજ્યમાં તે જાણકારી પાછળની તરફ હોય છે. પરંતુ હવે તમામ રાજ્યોમાં જે પણ ડીએલ અથવા આરસી બનશે, તેમાં એક જેવી જ જગ્યા પર જ જાણકારી આપવામાં આવશે.
મંત્રાલયના અધિકારીઓ અનુસાર, આ મુદ્દે તેમના મંત્રાલયે 30 ઓક્ટોબર 2018ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી તમામ પક્ષો પાસે આ મુદ્દે સલાહ માંગી છે. તમામ પક્ષો તરફથી આવતી સલાહના આધાર પર હવે સરકારે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન અનુસાર, તમામ રાજ્યોને એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પીવીસી આધારીત બનાવવા પડશે, અથવા પછી પોલીકાર્બોનેટ હશે. આમાં ચીપ પણ લાગેલી હશે અને જાણકારી પણ તેજ ફોર્મેટમાં હશે, જેમાં કેન્દ્ર સરકારે નોટિફાઈ કરી છે.