G-20 Meeting in Jodhpur: રાજસ્થાનના રાજા-રજવાડાંઓની ઓળખ તથા સંસ્કૃતિનું સુંદર શહેર જોધપુર જી-20 (G-20) સંમેલન માટે તૈયાર છે. જી-20ના સમૂહના 20 સહિત 9 અન્ય દેશોમાંથી આવનારા મહેમાનોની નવાજી માટે તૈયારી પુરી થઇ ચૂકી છે. સંમેલન અંતર્ગત એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠક ગુરુવારથી 3 દિવસ સુધી જોધપુર શહેરમાં ચાલશે. 


આની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી, આ માટે જોધપુર શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. આ પહેલો મોકો છે, જ્યારે આ રીતની ઇન્ટરનેશનલ ઇવેન્ટ (International Event)ની યજમાની જોધપુરને મળી છે. 29 દેશોના 74 વિદેશી ડેલિગેટ્સ (Deligates)ની સાથે 100 થી વધુ અધિકારીઓ ભાગ લશે. ભારત સહિત 19 દેશોના સભ્યો અને અન્ય દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશના મેમ્બર પણ સામેલ થશે. 


અલગ અલગ શહેરોમાં થશે એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠકો - 
જી-20 સંમેલન અંતર્ગત આખા વર્ષમાં ચાર એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની બેઠકો ભારતના અન્ય શહેરોમાં થશે. આમાં એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપની અલગ અલગ ચાર તબક્કામાં બેઠકો થવાની છે. જોધપુરને પહેલી ગૃપ મીટિંગ મળી છે, આ પછી 3 થી 5 એપ્રિલ સુધી આ ગૃપની બેઠક ગૌવાહાટીમાં, 1 થી 2 જૂનને જિનેવામાં અને ત્યારબાદ 19 થી 30 જુલાઇએ ઇન્દોરમાં થશે. આની સાથે જ જી-20 દેશોના લેબર અને એમ્પ્લૉયમેન્ટ મિનીસ્ટરની બેઠક પણ 21 જુલાઇએ ઇન્દોરમાં કરવામાં આવશે, જી-20માં એમ્પ્લૉયમેન્ટ વર્કિંગ ગૃપ આખા વર્ષે અલગ અલગ બેઠકોમાં ત્રણ મહત્વપૂર્ણ બિન્દુઓ પર ફોકસ કરશે, આના પર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે, અને જે સમસ્યાઓ જી-20 દેશોની સામે આવી રહી છે, તેનું સમાધાન પણ નીકળશે. 


સંમેલનમાં સામલે થશે 74 ડેલિગેટ્સ - 
54 ડેલિગેટ્સ 19 સભ્ય દેશોમાંથી હશે. 
15 ડેલિગેટ્સ 9 આમંત્રિત દેશોમાંથી આવશે 
7 મેમ્બર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના હશે 
ગૉલ્બલ સ્કિલ ગેપ પર એડ્રેસ કરવામાં આવશે, ગિગ એન્ડ પ્લેટફૉર્મ ઇકોનામ અને સોશ્યલ પ્રૉટેક્શન પર પણ ચર્ચા થશે
સસ્ટેનેબલ ફાઇનાન્સ ઇન ઓફ સોશ્યલ સિક્યૂરિટી પર પણ મંથન કરવામાં આવશે. 


 


BJP : કોંગ્રેસના 'જાદુગર'ને ચત્તાપાટ પાડવાની ફિરાકમાં BJP? PM મોદીએ શરૂ કરી રાજકીય સોગઠાબાજી