Air India Offer for Flight Passengers: દેશની રાજધાની નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટ યોજાવા જઈ રહી છે, જેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓએ વિવિધ પ્રતિબંધોની જાહેરાત કરી છે અને મુસાફરીના પ્રતિબંધો પણ અમલમાં રહેશે. આનાથી ઘણી ફ્લાઈટ્સના સંચાલનને અસર થશે કારણ કે કેટલીક ફ્લાઈટ્સનો સમય બદલાઈ ગયો છે અને કેટલીક ફ્લાઈટ્સ રિશિડ્યૂલ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ફ્લાઇટના મુસાફરોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.






આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને વિસ્તારાએ તેમના મુસાફરો માટે ખાસ જાહેરાત કરી છે. ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ માહિતી આપી છે કે જો G-20 સમિટ દરમિયાન દિલ્હીમાં મુસાફરી પ્રતિબંધોને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેઓ 7 થી 11 સપ્ટેમ્બર 2023 સુધીની તેમની ફ્લાઈટ્સનો સમય અને તારીખ બદલી શકે છે.


એર ઈન્ડિયાએ એક્સ પર પોસ્ટ કર્યું


એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી અને કહ્યું કે દિલ્હીથી ફ્લાઈટ માટે કન્ફર્મ ટિકિટ ધરાવનારા એર પેસેન્જર્સને તેમની ફ્લાઇટની તારીખ બદલવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ તારીખો પર દિલ્હીથી ફ્લાઈટ માટે કન્ફર્મ ટિકિટ ધરાવનારા મુસાફરોને લાગુ ચાર્જમાં એક વખત છૂટ આપવામાં આવી રહી છે. જો તેઓ તારીખ અથવા તેની ફ્લાઈટ્સ બદલવા ઈચ્છે છે તો માત્ર રિશિડ્યૂલ કરેલી ફ્લાઈટના ભાડામાં તફાવત જો કોઈ હશે તો લાગુ થશે. આને લગતી કોઈપણ માહિતી માટે તમે +91 124-2641407 / +91 20-26231407 નંબરો પર કૉલ કરીને સંપર્ક કરી શકો છો.


શું રાહત મળશે?


આનો અર્થ એ છે કે જો તમે એર ઈન્ડિયા અથવા વિસ્તારાની ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો તમારે તમારી ફ્લાઈટ અથવા તેની તારીખ બદલવા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. જો કે, જો તમારી રીશિડ્યુલ કરેલી ફ્લાઇટના ટિકિટ ભાડામાં કોઈ તફાવત હશે તો તે તમારે ચૂકવવાનું રહેશે. એટલે કે, જો નવી અને જૂની ટિકિટના ભાડામાં કોઈ તફાવત હોય તો તમારે તે ચૂકવવો પડશે.