Online Gaming Addiction: તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad) માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ દેશભરના માતા-પિતાની ઊંઘ હરામ કરી દીધી છે. અહીં ભારત સિટી સોસાયટીમાં રહેતી ત્રણ સગીર બહેનોએ એપાર્ટમેન્ટના 9 મા માળેથી કૂદીને સામૂહિક આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક બહેનો (ઉંમર 16, 14 અને 12 વર્ષ) 'ઓનલાઈન ગેમ્સ' (Online Games) ની ભયંકર લત ધરાવતી હતી. તેઓ કોઈ ટાસ્ક આધારિત 'કોરિયન લવ ગેમ' માં એટલી હદે ગરકાવ હતી કે તેના પર પ્રતિબંધ મુકતા જ તેમણે આત્યંતિક પગલું ભરી લીધું. આ ઘટના દરેક વાલી માટે 'વેક-અપ કોલ' સમાન છે.

શા માટે બાળકો ગેમના ગુલામ બની રહ્યા છે? બાળકો શરૂઆતમાં મનોરંજન માટે મોબાઈલ હાથમાં લે છે, પરંતુ ધીરે-ધીરે ગેમમાં લેવલ પાર કરવાના ટાસ્ક અને જીત-હારનું પ્રેશર તેમના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર અસર કરે છે. તેઓ વાસ્તવિક દુનિયાથી કપાઈ જાય છે. જો તમે તમારા બાળકને સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો તેમના સ્માર્ટફોનમાં આજે જ નીચે મુજબના 4 ફેરફારો કરો.

1. ગૂગલ ફેમિલી લિંક (Google Family Link) આ એપ માતા-પિતા માટે સૌથી શ્રેષ્ઠ હથિયાર છે.

Continues below advertisement
Continues below advertisement

ફાયદો: તમે તમારા ફોન પરથી જ બાળકના ફોનનો 'સ્ક્રીન ટાઈમ' (Screen Time) નક્કી કરી શકો છો. કઈ એપ કેટલા કલાક ચાલશે તે સેટ કરી શકાય છે અને રાત્રે સૂતી વખતે ફોન ઓટોમેટિક લોક પણ કરી શકાય છે.

2. કિડ્સ પ્લેસ (Kids Place - Parental Control) આ એપ બાળકના ફોનમાં એક સુરક્ષિત ઝોન બનાવે છે.

ફાયદો: બાળક માત્ર તમે નક્કી કરેલી એપ્લિકેશન જ ખોલી શકશે. ગેમ્સ ડાઉનલોડ કરવી કે સોશિયલ મીડિયા વાપરવું સંપૂર્ણપણે બ્લોક કરી શકાય છે, જેથી તેઓ બિનજરૂરી વસ્તુઓથી દૂર રહે.

3. સ્ક્રીન ટાઈમ એપ (Screen Time App) આના દ્વારા તમે ફોન વપરાશની સમયમર્યાદા નક્કી કરી શકો છો.

ફાયદો: જો તમે 1 કલાકનો સમય સેટ કર્યો હોય, તો તે પૂરો થતા જ ફોન કે ગેમ આપમેળે બંધ થઈ જશે. બાળક ઈચ્છે તો પણ વધુ સમય રમી શકશે નહીં.

4. યુટ્યુબ કિડ્સ (YouTube Kids) જો તમારું બાળક વીડિયો જોવાનું શોખીન હોય, તો તેને સામાન્ય YouTube ને બદલે 'YouTube Kids' બતાવો.

ફાયદો: આમાં હિંસક કે અયોગ્ય કન્ટેન્ટ આવતું નથી અને માત્ર બાળકની ઉંમરને લાયક શૈક્ષણિક અને મનોરંજક વીડિયો જ જોવા મળે છે.

વાલીઓ માટે સલાહ: માત્ર ટેકનોલોજી કાફી નથી

નિષ્ણાતો માને છે કે માત્ર એપ લોક કરવાથી કામ નહીં ચાલે.

બાળકો સાથે મિત્ર બનીને 'સંવાદ' (Communication) કરો.

તેમનું ધ્યાન મોબાઈલથી હટાવવા માટે યોગ ક્લાસ, ડાન્સ કે સ્પોર્ટ્સ જેવી 'આઉટડોર એક્ટિવિટીઝ' (Outdoor Activities) માં જોડો.

યાદ રાખો, સતર્કતા અને પ્રેમ જ તમારા બાળકને આ વર્ચ્યુઅલ દુનિયાના જોખમોથી બચાવી શકશે.