આ પહેલા ગોવા મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી કે “મનોહર પરિકરની સ્થિતિ ખૂબજ નાજૂક છે અને તે ડૉક્ટરોની દેખરેખમાં છે.” પર્રિકરને ફેબ્રુઆરી 2018માં પ્રેક્રિયાટિકના કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ તેઓની અમેરિકા, મુંબઈ અને દિલ્હીમાં સારવાર થઈ હતી.
ગોવામાં બીજેપીનો પાયો મજબૂત કરનાર પર્રિકર પ્રથમવાર 1994માં ધારાસભ્ય બન્યા હતા. ત્યારે પાર્ટીની માત્ર ચાર બેઠકો હતી. પરંતુ છ વર્ષની અંદર જ ગોવામાં ભાજપને પહેલીવાર પરિકરે સત્તા અપાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ગોવાના મપૂસામાં જન્મેલા પર્રિકર 2012માં બીજી વખત મુખ્યંત્રી બન્યા હતા અને ત્યારથી તેમના સુશાસન અને સાદગીની ચર્ચા થતી રહી હતી.