Continues below advertisement

ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગ બાદ ફરાર સૌરભ અને ગૌરવ લુથરાને ભારત પાછા લાવવામાં આવ્યા છે. દિલ્હીમાં તેમની ફ્લાઇટ લેન્ડ થતાં જ ગોવા પોલીસ એરપોર્ટ પર પહેલેથી જ હાજર હતી. તેઓ ઉતર્યા પછી તરત જ તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ.

લુથરા બ્રધર્સને  થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા

Continues below advertisement

લુથ્રા ભાઈઓને 16 ડિસેમ્બર, 2026ના રોજ થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. તેઓ ઈન્ડિગોની ફ્લાઈટE-1064 દ્વારા ભારત આવ્યા હતા. તેમના પરત ફરવા માટે વ્યાપક સુરક્ષા અને કાનૂની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરપોર્ટ પર ધરપકડ, મેડિકલ ફર્સ્ટ

સૂત્રો અનુસાર, લુથ્રા બ્રધર્સનેને ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ બાદ, બંનેની મેડિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.                                         

11 ડિસેમ્બરે થાઈલેન્ડથી કરાઇ હતી અટકાયત

લુથ્રા બંધુઓે 11 ડિસેમ્બરે થાઈલેન્ડના ફુકેટમાં હોટેલ ઈન્ડિગોમાંથી ઝડપી લેવાયા હતા. ત્યારબાદ 12 ડિસેમ્બરે તેમને ફુકેટથી બેંગકોક લાવવામાં માં આવ્યા હતા, જ્યાં ઔપચારિક પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ થઈ હતી. 11 ડિસેમ્બરે, ગોવા પોલીસની પહેલ પર લુથ્રા ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે, રોહિણી કોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, અને તેમને કોઈ રાહત મળી ન હતી.

25 લોકોએ જીવ ગુમાવ્યા.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી ગોવાના આર્પોરામાં "બિર્ચ બાય રોમિયો લેન" નાઇટક્લબમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પચીસ લોકોના મોત થયા હતા. ત્યારથી, લુથરા બંધુઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી હતી.

આગ દરમિયાન થાઈલેન્ડ ભાગી જવાની તૈયારીઓ

તપાસમાં જાણવા મળ્યું છે કે, નાઈટક્લબમાં આગ લાગી તે જ સમયે માલિકો થાઈલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, લુથરા બંધુઓએ 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે ટ્રાવેલ પોર્ટલ દ્વારા ફુકેટ માટે ટિકિટ બુક કરાવી હતી. ગોવા પોલીસે 8 ડિસેમ્બરના રોજ બંને આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યો હતો જેથી તેઓ દેશ છોડીને ભાગી ન જાય.