ગૂગલ ઈન્ડિયાએ બે મોટી જાહેરાત કરી છે.  Google News હવે વધુ બે ભારતીય ભાષાઓ સામેલ કરશે. આ ભાષામાં ગુજરાતી અને પંજાબીનો સમાવેશ થયો છે. આ બે ભાષાઓના સમાવેશ બાદ   ભારતમાં  ગૂગલ ન્યૂઝ પર  ભાષાઓની કુલ સંખ્યા 10 પર પહોંચી જશે. આ ભાષાઓનો સમાવેશ આવતા અઠવાડિયામાં  કરવામાં આવશે. જે ભારતભરના લોકોને તેઓ જે ભાષા પસંદ કરે છે તેમાં માહિતી પહોંચાડવામાં મદદ કરશે.

Continues below advertisement

બીજી જાહેરાત એ કે, GNI ભારતીય ભાષાઓ કાર્યક્રમ કે જેની જાહેરાત આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવી હતી, તેને સમગ્ર ભારતમાં સમાચાર પ્રકાશકો તરફથી 600 થી વધુ અરજીઓ મળી છે. તેમાંથી 300+ પ્રકાશકોને પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જે તેમને તેમના ડિજિટલ ઇકોસિસ્ટમને આધુનિક બનાવવા અને વેબ, મોબાઇલ અને એપ્લિકેશન ડોમેન્સ પર  યૂઝર્સ અનુભવને સુધારવા માટે સમર્થન પ્રદાન કરશે.

આ પ્રકાશકોને પ્રશિક્ષણ વર્કશોપ, વેબિનાર, મેન્ટરશિપ સેસન્સ , પ્રોડક્ટ ડેમો, શ્રેષ્ઠ પ્રેક્ટિસ માર્ગદર્શિકાઓ અને કેસ સ્ટડીઝ જેવા આવશ્યક સંસાધનો અને સહાયતા પહોંચાડવામાં મદદ કરશે. 

Continues below advertisement

આ જાહેરાતો ગૂગલ ઈન્ડિયા ન્યૂઝ સમિટમાં કરવામાં આવી હતી.શિખર સમ્મેલનનું ઉદ્ધાટન UIDAI ના સંસ્થાપક અધ્યક્ષ નંદન નીલેકણીએ કર્યું, જેમણે ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટલ પરિવર્તન અને ગુણવત્તાયુક્ત સામગ્રી નિર્માણ અને વપરાશ માટેની સંભવિતતા પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

ગૂગલ ઈન્ડિયા સાથેની વાતચીતમાં નીલેકણીએ  કહ્યું, “ડીજીટલ પરિવર્તનને  જોતાં, વૈશ્વિક સ્તર પર ખાસ કરીને ભારતમાં, જ્યાં UPI ટ્રાન્ઝેક્શન અને સબસ્ક્રિપ્શન મોડલ્સને સક્ષમ કરે છે.