નવી દિલ્લી:દેશમાં કોવિડ સામે લડત આપવા ચાલી રહેવા વેક્સિનેશનમાં આજે નવી નિતી શરૂ થઇ છે. આજથી સરકારી સેન્ટર પર 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોને વેક્સિન આપવામાં આવશે. સાત જૂને પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા આ મુદ્દે જાહેરાત કરી છે. આજે કેન્દ્ર સરકાર તરફથી નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરાઇ છે.


વેક્સિનેશનને લઈને નવી ગાઇડ લાઇન્સ જાહેર


પહેલા જો રાજ્યોએ વેક્સિનેશન નિશુલ્કની જાહેરાત ન કરી હોત તો હવે દેશના દરેક સરકારી સેન્ટર પર  મફત વેક્સિન મળશે. પહેલા રસી નિર્માણ કરતી કંપની પાસેથી સરકાર 50 ટકા હિસ્સો ખરીદતી હતી. જ્યારે હવે 75 ટકા કેન્દ્ર કંપની પાસેથી ખરીદશે. પહેલા 25 ટકા ભાગ રાજ્ય સરકાર ખરીદતી હતી. જો કે હવે રસી ખરીદીમાં રાજ્ય સરકરાની કોઇ ભૂમિકા નહિં રહે,


કોવિન એપ પર હવે રજિસ્ટ્રેશન અનિવાર્ય નથી


નવી ગાઇડગાઇન્સ અનુસાર હવે વેક્સિનેશન માટે કોવિનની એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી.   આપ આપની સુવિધા અનુસાર વેક્સિનેશન સેન્ટર જઇને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જો કે કોવિન પોર્ટલમાં સરકારે કોઇ ફેરફાર નથી કર્યો. આપ સેન્ટર પર જઇને પહેલા રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો.


ખાનગી હોસ્પિટલમાં શું હશે વેક્સિનની કિંમત


ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે સરકારે કિમંત નિર્ધારિત કરી દીધી છે. જે મુજબ કોવિશીલ્ડના રૂપિયા 780, કોવેક્સિનના 1410 અને સ્પુતનિકવી માટે 1145 રૂપિયા વસૂલ કરી શકે છે. ઉપરાંત હોસ્પિટલ સર્વિસ ચાર્જ માટે વધુ 150 રૂપિયા લઇ શકે છે.


ફ્રી વેક્સિનેશન માટે કેટલો ખર્ચ આવશે


નવી નીતિ મુજબ ફ્રી વેક્સિનેશન માટે સરકારને 50 હજાર કરોડ રૂપિયાની આવશ્યકતા પડશે. આ વર્ષના સામાન્ય બજેટમાં 35 હજાર કરોડ રૂપિયાની વેક્સિન માટે જોગવાઇ કરાઇ છે. જો કે આ વેક્સિનના એક ડોઝની કિંમત છે.  ઉપરાંત પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના આ વર્ષ નવેમ્બર સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ યોજના પર આ નાણાકિય વર્ષમાં 1,1-1.3 લાખ કરોડ સુધીનો ખર્ચ આવી શકે છે.