પીએફમાં વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી શકે છે સરકાર
પીએફ વ્યાજ દર પર છેલ્લા નાણાંકીય વર્ષ એટલે કે 2019-20 દરમિયાન 8.5 ટકા વ્યાજ હતું. આ નાણાંકીય વર્ષની કમાણીના આધારે આ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ખાતાધારકોને તેના પીએફ પર કેટલું વ્યાજ આપવામાં આવસે તે આ વર્ષના બીજા છ મહિનામાં નક્કી થસે. ઈપીએફઓની ફાઇનાન્સ, ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી ટૂંકમાં જ બેઠક કરી નક્કી કરશે કે 8.5 ટકા વ્યાજ આપી શકાશે કે નહીં.
માર્ચ, 2020ના પ્રથમ સપ્તાહમાં પીએમ પર 8.5 ટકા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી નથી. હવે તેને જાળવી રાખવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં એવી અટકળો છે કે સરકાર પીએફ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.
સરકાર કોરોના વાયરસનો કહેર જોતા પીએફના કેસમાં અનેક રાહતની જાહેરાત કરી હતી જેથી કર્મચારી અને કંપની બન્નેને સરળતા રહે. ત્રણ મહિના માટે પીએફમાં ફાળો પગારના 12 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. કોરોના વાયરસથી આર્થિક મુશ્કેલીને જોતા કર્મચારીઓ ત્રણ મહિનાના બેસિક પગાર અથવા ફાળાના 75 ટકા સુધીની રકમ ઉપાજવાની મંજૂરી આપવામાં આવી છે.