નવી દિલ્હી: ચીની કંપની દ્વારા ભારતમાં ડેટા જાસૂસી મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેશનની દેખરેખમાં સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે.

વિદેશ મંત્રાલયે ભારતમાં ચીનના રાજદૂત સામે ચીની કંપની શેનહુઆ ઈન્ફોટેકના જાસૂસી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. શેનહુઆ ઈન્ફોટેક ભારતના અગ્રણી લોકોની જાસૂસી કરતું હોવાનું સામે આવ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રસના રિપોર્ટ અનુસાર, ચીની સરકારે 10 હજારથી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહ્યું છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી ટેકનોલોજી કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આ કામમાં સામેલ છે.

કયા કયા લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન?

-પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી
- રાજ્યના મુખ્ય સચિવ
- ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)
-વિદેશ વિભાગ અધિકારી
- નાણા મંત્રાલયના અધિકારી
- અર્ચના વર્મા, એડિશનલ સચિવ, કેન્દ્રીય તકેદારી આયોગ
- ટી શ્રીકંતા, જી કિશન રેડ્ડીના અંગત સચિવ, ગૃહમંત્રાલય, મંત્રાલય
- અનિલ મલિક, અધિક સચિવવ (વિદેશ), એમએચએ સહિત અનેક લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન

રિપોર્ટ અનુસાર, ચીન પીએમઓના ઓછામાં ઓછા અડઝો ડઝન બ્યૂરોક્રેટ્સની જાસૂસી કરી રહ્યું છે. જે સીધા વડાપ્રધાન હેઠળ મંત્રાલયોમાં કામ કરે છે . એટલું જ નહીં ચીન ઓછામાં ઓછા 23 મુખ્ય સચિવ અને 15 ડીજીપીની જાસૂસી કરી રહ્યું છે.

ચીન ભારતની પેમેન્ટ એપ, સપ્લાઈ ચેન, ડિલિવરી એપ્સ અને આ એપ્સના સીઈઓ-સીએફઓ સહિત લગભગ 1400 વ્યક્તિઓ અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે. એટલું જ નહીં ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિતિ વિદેશી રોકાણકારો અને તેના સંસ્થાપક અને મુખ્ય ટેકનોલોજી અધિકારીઓ પર પણ નજર રાખી રહ્યું છે.