ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા મિશનના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક અનોખી અને સર્જનાત્મક રીલ સ્પર્ધાની જાહેરાત કરી છે, જેનું નામ છે ‘A Decade of Digital India – Reel Contest’.  આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય લોકો વિડીયો રીલ્સ દ્વારા બતાવે કે ડિજિટલ ટેકનોલોજીએ તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવ્યું છે. જેમ કે BHIM UPI, DigiLocker, UMANG, eHospital જેવા સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને.

સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો?

ભાગ લેવા માટે ફક્ત કેટલાક સરળ સ્ટેપને ફોલો કરો

-1 મિનિટની રીલ બનાવો.

-વીડિયો પોટ્રેટ મોડ (સ્ટેન્ડિંગ કેમેરા) માં હોવો જોઈએ.

-વિષય: ડિજિટલ ઇન્ડિયાને કારણે તમારા જીવનમાં પરિવર્તન.

ઉદાહરણ: સરકારી સેવાઓની ડિજિટલ ઍક્સેસ, ઓનલાઇન શિક્ષણ અથવા આરોગ્યસંભાળ, BHIM UPI અથવા Digi Locker નો ઉપયોગ, ડિજિટલ સાધનોથી બનેલો વ્યવસાય, પરિવાર અથવા ગામમાં ડિજિટલ પરિવર્તનની વાત

ભાષાની સ્વતંત્રતા

-વીડિયો હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં હોઈ શકે છે.

-સબટાઈટલ (કેપ્શન) ઉમેરવાનું વધુ સારું રહેશે.

-ટેકનિકલ માર્ગદર્શિકા ધ્યાનમાં રાખો

-વીડિયો ફક્ત MP4 ફોર્મેટમાં હોવો જોઈએ.

-ઓરિજનલ (મૌલિક) હોવો જોઈએ અને પહેલાં ક્યાંય પોસ્ટ કરવામાં આવ્યો ન હોવો જોઈએ.

-હાઇ રીઝોલ્યુશનમાં હોવો જોઈએ.

-રીલની લિંક જાહેરમાં ઉપલબ્ધ હોવી જોઈએ.

ક્યાં અને કેવી રીતે સબમિટ કરવો?

-MyGov.in વેબસાઇટ - www.mygov.in ની મુલાકાત લો.

-તમારી MyGov પ્રોફાઇલ અપડેટ રાખો.

-રીલની લિંક અપલોડ કરો અને બધી જરૂરી માહિતી ભરો.

-કોઈ પ્રવેશ ફી નથી.

-ફક્ત ભારતીય નાગરિકો જ ભાગ લઈ શકે છે.

છેલ્લી તારીખ અને અંતિમ તારીખ

-આ સ્પર્ધા 1 જૂલાઈ 2025થી શરૂ થઈ છે.

-છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2025 છે, રાત્રે 11:45 વાગ્યા સુધી.

વિજેતાઓને પુરસ્કારો મળશે

-સરકારે વિજેતાઓ માટે મોટી ઇનામી રકમ નક્કી કરી છે:

-ટોચના 10 વિજેતાઓને 15,000 રૂપિયા મળશે.

-આગામી 25 વિજેતાઓ માટે 10,000 રૂપિયા.

-આગામી 50 સહભાગીઓ માટે 5000 રૂપિયા.

આ ફક્ત એવોર્ડ મેળવવાની તક નથી પણ તમારા ડિજિટલ અનુભવને આખા દેશ સાથે શેર કરવાની પણ એક શ્રેષ્ઠ તક છે. 1 મિનિટની રીલ બનાવો તેને MyGov પર મોકલો અને ભારતની ડિજિટલ યાત્રાનો ભાગ બનો. પુરસ્કારો પણ મેળવો!