નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં સરકારનું માનવું છે કે, કોરોના સંક્રમણની ગતિ પર એક રીતે નિયંત્રણ લાવી દીધું છે. પરંતુ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં વેપાર ધંધા પર ગંભીર અસર જોવા મળી છે જ્યાં હજુ પણ દુકાનો બંધ છે. ત્યારે કેટલાક દિવસ પહેલા જ અનેક રાજ્યોએ છૂટછાટ આપતા જરૂરી સામાનની દુકાનો ખોલવાની જાહેરાત કરી હતી જેમાં શાકભાજી, મેડિકલ અને અન્ય  જરૂરી દુકાનો સામેલ હતી. પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક નવા આદેશમાં 24 એપ્રિલે કહ્યું કે, તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં જરૂરી સાવચેતીને ધ્યાનમાં રાખથા 50 ટકા સ્ટાફ સાથે દુકાનો સંસ્થાઓ ખોલી શકાય છે.

જોકે કેન્દ્ર સરકારે જે દુકાનો ચાલુ કરવીની છૂટ આપી છે તેમાં અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો છે ત્યારે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ 4 મહાનગરોને છોડીમાં તમામ જગ્યાએ કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નોટિફિકેશન અનુસાર ગ્રામિણ વિસ્તારની તમામ દુકાનો ખુલી શકશે. શોપિગ મોલ જેવા વિસ્તારની ગ્રામિણ દુકાનો નહીં ખુલે. શહેરી વિસ્તારમાં એકલ-દોકલ દુકાનો શરુ કરી શકાશે. શહેરમા રેસિડન્સ કોમ્પલેકસની દુકાનો ખુલી શકાશે . શહેરી વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્સમાં દુકાનો નહી શરુ થઇ શકે. શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય . હોટ સ્પોટ અને બફર ઝોનમાં કોઇ દુકાન નહી ખુલી શકે.

કઈ કઈ દુકાનો ખુલશે ? 

  • દુકાનો જે શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલી હોય.

  • રહેણાંક વિસ્તારો નજીક આવેલી દુકાનો ખોલવાની મંજૂરી.

  • ગ્રામ્ય અને અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં દુકાનો ખોલવાની મંજૂરી.

  • જીવનજરૂરી ન હોય કેવી વસ્તુઓ અને સેવા પણ શરૂ કરી શકાશે.

  • ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની દુકાનો આજથી શરૂ કરી શકાશે.

  • રહેણાક વિસ્તારની આસપાસની તમામ નાની દુકાનો ખોલવાની મંજૂરી


કપડાં, પગરખાં, સોનાચાંદીના દાગીના, વાહનો, બેકરી અને અમુક ખાદ્ય પદાર્થો વેચતા નાના એકમો, અન્ય જરૂરી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક અને ઇલેકટ્રિક સામાન, મોબાઈલ વેચાણ અને રિપેરિંગ, ગેરેજ અને પંક્ચરની દુકાન. પરંતુ અહીં ભીડ ભેગી થવી ન જોઈએ. રાજ્ય સરકાર સમીક્ષા કરી વધુ છૂટ આપી શકે છે.

ચાર રીતે સમજો સરકારનો આદેશ

  • ગ્રામીણ ક્ષેત્રમાં તમામ દુકાન ખોલવાની મંજૂરી, શોપિંગ મોલને આ છૂટનો લાભ નહીં.

  • શહેરી વિસ્તારમાં અડોશ-પડોશની દુકાનો-ઘરમાં હોય એવી દુકાનોને છૂટ. માર્કેટ કોમ્પલેક્ષ અને શોપિંગ મોલમાં છૂટ નહીં.

  • 'શરતોની સાથે દુકાન ખોલવાની છૂટ મળી છે. 50% સ્ટાફ કામ પર આવશે. તમામ માસ્ક પહેરશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી.

  • રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ દુકાનોને છૂટ મળી છે.