Pharma Company License Cancel: ભારત સરકારે મંગળવારે (28 માર્ચ) નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનું ઉત્પાદન કરવા બદલ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ કંપનીઓને ઉત્પાદન બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ નકલી દવાઓ અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી હેઠળ આવ્યો છે.




ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં ઓચિંતી તપાસ કરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.


બનાવટી દવાઓ બનાવતી દેશભરની ફાર્મા કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. 


સૂત્રો અનુસાર ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ અનેક દવાની કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં એકાએક નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરી છે. 


ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ના ઉલ્લંઘન બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ Netmeds, Tata 1mg અને PharmEasy સહિતની ઘણી બધી ફાર્મસીઓને નોટિસ આપી છે.  ફરજી દવાઓનાં નિર્માણ સાથે સંબંધિત દેશભરમાં ફાર્મા કંપનીઓની સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લાં 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્યપ્રદેશમાં 23 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.