શોધખોળ કરો

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે 20% સુધી ઇથેનોલ (E20) ભેળવવામાં આવતું પેટ્રોલ હવે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચવામાં આવશે.

દેશભરના વાહનચાલકો માટે 1 એપ્રિલથી ખૂબ જ  મોટો ફેરફાર થવા જઈ રહ્ય છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે 20% સુધી ઇથેનોલ (E20) ભેળવવામાં આવતું પેટ્રોલ હવે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેચવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એક સૂચના દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. સરકાર જણાવે છે કે આ પગલું ફક્ત આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં જ નહીં પરંતુ ખેડૂતોની આવક વધારવામાં અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરશે.

નવો આદેશ શું છે?

સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને આદેશ આપ્યો છે કે  ભારતીય માનક બ્યુરો (BIS) ના ધોરણો અનુસાર, 95  રિસર્ચ ઓક્ટેન નંબર (RON) વાળું 20% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ દેશભરમાં ઉપલબ્ધ કરાવે.  RON એ ઈંધણની ગુણવત્તા અને સ્થિરતાનું માપ છે. તે દર્શાવે છે કે  નોકિંગ વગર ઈંધણ એન્જિનમાં કેટલું કમ્પ્રેશન સહન કરી શકે છે,  નોકિંગની સ્થિતિમાં એન્જિનને નુકસાન થઈ શકે છે. ઇથેનોલનો ઓક્ટેન નંબર આશરે 108 છે, જેનાથી પેટ્રોલની નોક પ્રતિરોધક શ્રમતા સારી થાય છે.  

ઇથેનોલ શા માટે મહત્વપૂર્ણ છે?

ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય અનાજમાંથી બનાવવામાં આવે છે. તેને પેટ્રોલ કરતાં સ્વચ્છ ઇંધણ માનવામાં આવે છે. તે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે અને કૃષિ ઉત્પાદનોની માંગમાં વધારો કરે છે. સરકારના મતે, ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમથી 2014-15 થી દેશને ₹1.40 લાખ કરોડથી વધુ વિદેશી હૂંડિયામણ બચ્યું છે. આનાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. ભારતે જૂન 2022 માં નિર્ધારિત સમય પહેલા 10% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ત્યારબાદ, 2025-26 માટે 20% મિશ્રણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જે હવે મોટા પાયે લાગુ કરવામાં આવી રહ્યો છે.

વાહનચાલકો પર શું અસર થશે?

મોટાભાગના નવા વાહનો (2023 પછી ઉત્પાદિત) E20 અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેમને કોઈ મોટી તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. જો કે, જૂના વાહનો માઇલેજમાં 3-7% ઘટાડો અનુભવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, રબર અને પ્લાસ્ટિકના ભાગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેમ છતાં, સરકાર અને ઓટો ઉદ્યોગ માને છે કે આ ફેરફાર ધીમે ધીમે અને સંતુલિત રીતે લાગુ કરવામાં આવશે, જેથી સામાન્ય ગ્રાહકો પર મોટો બોજ ન પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Embed widget