અનલોક 2 : કેંદ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, રાત્રીના 10થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jun 2020 10:26 PM (IST)
કેંદ્ર સરકાર દ્વારા સોમવારે અનલોક 2ને લઈને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ સ્કૂલ કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ 31 જૂલાઈ સુધી બંધ રહેશે.
(File Photo/ AFP)
નવી દિલ્હી: કેંદ્ર સરકાર દ્વારા સોમવારે અનલોક 2ને લઈને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ સ્કૂલ કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ 31 જૂલાઈ સુધી બંધ રહેશે. કર્ફ્યૂ રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોઈ રાહત નથી આપવામાં આવી. કેંદ્ર સરકાર દ્વારા અનલોક 2ને લઈને જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેમાં સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો રેલ, થિયેટર, જીમ, ધાર્મિક મેળાવડા પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન બહારની એક્ટિવીટી મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લેશે. ડૉમેસ્ટિક ફ્લાઈટ હાલ વંદે ભારત અભિયાન અંતર્ગત જ ચાલશે. સરકારે નવી ગાઈડલાઈનમાં એમ પણ જણાવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવશે.