શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નેશનલ એવોર્ડ જીતનારી ‘હેલ્લારો’ અને ‘રેવા’ ગુજરાતી ફિલ્મને રૂપાણી સરકારે કેટલા કરોડના પુરસ્કારની કરી જાહેરાત
બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો હતો જ્યારે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'રેવા'ને મળ્યો હતો
ગાંધીનગરઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બે ગુજરાતી ફિલ્મો છવાઇ હતી. બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો હતો જ્યારે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'રેવા'ને મળ્યો હતો. એવોર્ડ જીતનારી ફિલ્મ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇનામની જાહેરાત કરી હતી. બેસ્ટ ફીચર ફિલ્મ’નો નેશનલ એવૉર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને રૂપિયા બે કરોડ અને ‘બેસ્ટ ગુજરાતી ફિલ્મ’નો એવૉર્ડ જીતનારી ‘રેવા’ ફિલ્મને રૂપિયા 1 કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત ક્વૉલિટી બેસ્ડ ફિલ્મ એન્કરેજમેન્ટ પૉલિસી 2016 હેઠળ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, હું ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને રેવાની ટીમને અભિનંદન આપું છું. બંન્ને ફિલ્મોએ નેશનલ ફિલ્મ એવોર્ડ પોતાના નામે કર્યો છે. અમારી સરકાર સારી કક્ષાની ગુજરાતી ફિલ્મોને સપોર્ટ અને પ્રોત્સાહન આપે છે.I congratulate the teams of Gujarati movies #Hellaro and #Reva on winning prestigious awards at #NationalFilmAwards. Our Government also supports & encourages making of quality Gujarati movies. It's a matter of great pride that Gujarati Cinema has achieved a significant milestone
— Vijay Rupani (@vijayrupanibjp) August 10, 2019
With great pleasure and pride, Gujarat Govt announces the cash reward of Rs.2-crore to #Hellaro and Rs.1-crore to #Reva under Quality-based Gujarati Film Encouragement Policy-2016 on winning the Best Feature Film and Best Gujarati Film awards respectively at #NationalFilmAwards
— CMO Gujarat (@CMOGuj) August 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion