Gurugram News: ગુરુગ્રામમાં પોલીસે હની ટ્રેપનો પર્દાફાશ કર્યો છે, જેમાં 22 વર્ષની એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે, જે પુરુષોને પોતાનો શિકાર બનાવતી હતી. મળતી માહિતી મુજબ, યુવતી પહેલા પુરૂષો સાથે મિત્રતા  કરતી હતી, પછી વાતચીત શરૂ થયા બાદ તે લગ્ન માટે દબાણ કરતી હતી અને ના પાડવા પર બળજબરીથી પૈસાની માંગણી કરતી હતી. છેલ્લા ઘણા સમયથી દેશમાં હનીટ્રેપના કેસમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધારો થયો છે. હનીટ્રેપમાં લોકોને ફસાવી પૈસાની માંગ કરવામાં આવતી હોય છે.


8 લોકો સામે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે


ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ અત્યાર સુધીમાં 8 લોકો વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આ કેસ પોલીસ સ્ટેશન રાજીન્દ્ર પાર્ક, પોલીસ સ્ટેશન સદર, થાણા સિટી, પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ, પોલીસ સ્ટેશન સેક્ટર-5, થાણા નવી કોલોની અને થાણા સેક્ટર-10માં નોંધવામાં આવ્યા છે. આ કેસોમાંથી 4 કેસ મહિલાએ પોતે જ રદ કર્યા હતા, જ્યારે 2 કેસ કોર્ટમાં છે અને અન્ય 2 કેસ તપાસ હેઠળ છે.


આ મામલાની માહિતી આપતા એસીપી ક્રાઈમ પ્રીત પાલ સાંગવાને કહ્યું કે આ મામલો 23 ડિસેમ્બરે ધ્યાન પર આવ્યો જ્યારે કરનાલના એક વ્યક્તિએ મહિલા વિરુદ્ધ બ્લેકમેલિંગનો કેસ નોંધાવ્યો. તેણે આરોપ લગાવ્યો કે મહિલાએ તેની સામે લગ્ન કરવા અથવા પૈસા આપવાની શરત રાખી. તે પહેલા, મહિલાએ 24 ઓક્ટોબરે DLF ફેસ 3 પોલીસ સ્ટેશનમાં કરનાલના રહેવાસી વિરુદ્ધ IPCની કલમ 323, 34, 354C, 376, 506 હેઠળ કેસ દાખલ કર્યો હતો.


પરિવારે પણ મદદ કરી


યુવતીની આ હનીટ્રેપના ખેલમાં તેનો પરિવાર પણ તેને મદદ કરતો હતો. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તેની માતા અને તેના એક કાકા પણ તેને આ કામમાં મદદ કરતા હતા. જો કે, આ મામલો ધ્યાનમાં આવ્યા પછી, ગુરુગ્રામ પોલીસની ટીમે ગુરુગ્રામના ઈન્દ્રપુરીથી આરોપી યુવતીની ધરપકડ કરી. તે જ સમયે, યુવતીએ પોલીસની પૂછપરછમાં કબૂલ્યું છે કે તે પુરુષોને બ્લેકમેલ કરીને પૈસા વસૂલતી હતી. હાલ, પોલીસે આ આરોપમાં યુવતી દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન કબજે કરી લીધો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે


Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ


Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક


Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત


આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો