જલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ રેલવેએ હેલ્પલાઇન નંબર 8134054999 જાહેર કરવામાં આવ્યો છે.


 










પશ્વિમ બંગાળના જલપાઇગુડીમાં વિસ્તારમાં મૈનગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયો છે. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રેનના ચારથી પાંચ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન બિહારના પટણાથી આસામના ગુવાહાટી જઇ રહી હતી. આ વચ્ચે મૈનાગુડી પાર કરતા સમયે આ દુર્ઘટના થઇ હતી. સૂચના મળતા જ રેલવે સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે.


રેલવેએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સાંજે લગભગ પાંચ વાગ્યે 15633 ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. 12 કોચ પાટા પરથી ઉતર્યા છે. ડીઆરએમ અને એડીઆરએમ ઘટનાસ્થળ તરફ રવાના થયા છે. મેડિકલ વાન પણ મોકલી દેવામાં આવી છે. મુસાફરોનું કહેવું છે કે ઝટકો લાગ્યા બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક મુસાફરે કહ્યું કે અચાનકથી ઝટકો લાગ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેનના 2-4 ડબ્બા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.