Hanuman Chalisa Row: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે NCPની મહિલા નેતા ફહમીદા હસન ખાને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીના આવાસની બહાર હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, નમાઝ, નવકાર જેવા મંત્રોના પાઠ કરવાની પરવાનગી માંગી છે. તેણીએ કહ્યું કે તે આ કરવા માંગે છે. કૃપા કરીને પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મના પાઠ કરવા માટેનો દિવસ અને સમય જણાવો.


ફહમિદા હસને કહ્યું કે, તે હંમેશા પોતાના ઘરે હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસાનો પાઠ કરે છે. જો, રવિ રાણા અને નવનીત રાણાને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો ફાયદો દેખાય છે, તો તેઓ દેશના હિત માટે પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મોના પાઠ કરવા માંગે છે.


તેમણે કહ્યું કે, દેશમાં જે રીતે બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે, તે જોતાં દેશના વડાપ્રધાને જાગવું જરૂરી બન્યું છે. જો હિન્દુત્વ અને જૈન ધર્મને જાગૃત કરીને દેશમાંથી મોંઘવારી અને બેરોજગારી ઓછી કરી શકાય અને દેશને ફાયદો થાય તો તે પીએમ મોદીના ઘરની બહાર સર્વધર્મનો પાઠ કરવા માંગે છે.






શું છે મામલો


અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેના પતિએ એક જાહેરાત કરી હતી કે તેઓ તેમના સમર્થકો સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. જે બાદ 23 એપ્રિલના રોજ સવારે શિવસેના કાર્યકરો ભડક્યાં અને સાંસદના ઘરની આગળ બેસીને પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન સાંસદ નવનીતા રા બહર ન આવી. સાંજે તેણે જણાવ્યું કે, તેનો હેતુ પૂરો થઈ ગયો હોવાથી તે હનુમાન ચાલીસાના પાઠ નહીં કરે. જેના થોડા સમય પછી મુંબઈ પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. થોડીવારમાં જ તેની અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી. જેને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.