Happy New Year: પીએમ મોદીએ ગુજરાતીઓને પાઠવી ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ
Happy New Year 2025 Gujarati: આ તહેવાર સામાન્ય રીતે દિવાળી પછીના દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે આવે છે

Happy New Year Gujarati: આજે ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થયુ છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે, સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતી સમુદાય માટે ગુજરાતી નવું વર્ષ (Gujarati New Year 2025) એટલે કે 'બેસતું વર્ષ' અથવા 'વર્ષા પ્રતિપદા' નો તહેવાર આજે છે, આ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉજવણી છે. આ તહેવાર સામાન્ય રીતે દિવાળી પછીના દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે આવે છે. આ તહેવારને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
PM મોદીએ પાઠવી શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને શુભકામના પાઠવતા લખ્યું કે, નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
નૂતન વર્ષાભિનંદન…!!!
— Narendra Modi (@narendramodi) October 22, 2025
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
અમેરિકામાં દિવાળી, વ્હાઈટ હાઉસમાં દિવાળીની ધામધૂમથી કરાઇ ઉજવણી, ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા
દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ આજે બેસતું વર્ષ ઉજવી રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી. દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે.





















