Happy New Year: આજે ગુજરાતીઓ માટે નવુ વર્ષ શરૂ થઇ રહ્યું છે, દિવાળી પછીના દિવસે ગુજરાતમાં બેસતું વર્ષ ઉજવાય છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યૂ યર 2025 અને બેસતું વર્ષની શુભેચ્છાઓ પાછવી છે. આજથી શરૂ થતુ નવું વર્ષ પ્રિયજનો અને મિત્રો માટે સુખ, સમુદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી છે. 

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા વર્ષની શુભકામના આપતા કહ્યું કે, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

આ વર્ષે, ગુજરાતી નવું વર્ષ આજે એટલે કે, 22 ઓક્ટોબર 2025, બુધવાર ના રોજ ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસ વિક્રમ સંવત 2082 સાથે સુસંગત છે, જે ગુજરાતી પરંપરાઓ અનુસાર નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. બેસતું વર્ષ આધ્યાત્મિક કાયાકલ્પ અને નવી શરૂઆત માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

અમેરિકામાં દિવાળી, વ્હાઈટ હાઉસમાં દિવાળીની ધામધૂમથી કરાઇ ઉજવણી, ટ્રમ્પે દીપ પ્રગટાવ્યાદેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ આજે બેસતું વર્ષ ઉજવી રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી. દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે.