શોધખોળ કરો

Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'

Harsha Richhariya News: હર્ષા રિચારિયા એક મોડેલ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કન્ટેન ક્રિએટર છે એ આજે ​​ઉજ્જૈનમાં ઔપચારિક રીતે પોતાના ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો, તપસ્વી માર્ગ અપનાવતા પહેલા તર્પણ અને પિંડ-દાનની પરંપરાગત વિધિઓ કરી.

Harsha Richhariya News: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર અને જાણીતી મોડલ હર્ષા રિછારિયાએ આજે (19 એપ્રિલ) ના રોજ તમામ ભૌતિક સુખ-સુવિધાઓ અને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લીધો છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં તેમણે વિધિવત રીતે પોતાનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ સંસ્કાર પૂર્ણ કર્યા હતા. સંન્યાસના માર્ગે પ્રયાણ કર્યા બાદ હવે તેમનું નવું નામ 'સ્વામી હર્ષાનંદ ગિરી' રાખવામાં આવ્યું છે. તેમણે મૌની તીર્થ આશ્રમ ખાતે પંચાયતી નિરંજની અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી સુમનાનંદ ગિરી મહારાજના પાવન સાનિધ્યમાં આ દીક્ષા ગ્રહણ કરી હતી.

પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ સંપન્ન કર્યું

સંન્યાસ લેવાની પરંપરા અત્યંત કઠિન હોય છે, જેનું પાલન કરતા હર્ષા રિછારિયાને સૌ પ્રથમ શિખા (ચોટલી) અને દંડ ત્યાગની વિધિ કરાવવામાં આવી હતી. સંન્યાસ માર્ગમાં પ્રવેશતા પહેલા વ્યક્તિએ પોતાના જીવિત હોવા છતાં પોતાનું પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવું પડે છે, જેનો અર્થ છે કે હવે તેમનો જૂનો સંસાર સાથેનો સંબંધ પૂર્ણ થયો છે. હર્ષાએ આ તમામ ધાર્મિક અનુષ્ઠાનો પૂર્ણ કર્યા બાદ વિધિવત રીતે સંન્યાસ ધારણ કર્યો હતો.

મહારાજશ્રીએ આપ્યું નવું નામ અને માર્ગદર્શન

આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સ્વામી સુમનાનંદ ગિરી મહારાજે હર્ષા રિછારિયાને નવું આધ્યાત્મિક નામ 'સ્વામી હર્ષાનંદ ગિરી' અર્પણ કર્યું હતું. સંન્યાસ લીધા બાદ હર્ષાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજથી તેમના જીવનનો એક સંપૂર્ણ નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. તેમણે પોતાના ગુરુદેવના માર્ગદર્શન હેઠળ જ સંન્યાસનો આ કઠિન માર્ગ પસંદ કર્યો છે. હર્ષાએ વધુમાં ઉમેર્યું કે, તેમણે સંકલ્પ લીધો છે કે તેઓ પોતાનું બાકીનું સમગ્ર જીવન સનાતન ધર્મનો પ્રચાર કરવા અને નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરવા માટે સમર્પિત કરશે. હવે તેમનું લક્ષ્ય માત્ર લોકકલ્યાણ જ રહેશે.

ઝાંસીની વતની અને મધ્યમવર્ગીય પરિવારનું પૃષ્ઠભૂમિ

હર્ષા રિછારિયાનો પરિવાર મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશના ઝાંસીનો રહેવાસી છે, પરંતુ હાલમાં તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાં સ્થાયી થયા છે. તેમના પિતા દિનેશભાઈ બસ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની માતા કિરણ રિછારિયા એક બુટિક ચલાવે છે. પરિવારમાં તેમનો એક ભાઈ કપિલ પણ છે, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એક સોશિયલ મીડિયા સ્ટાર તરીકે જાણીતી યુવતીનું આ રીતે આધ્યાત્મિકતા તરફ વળવું એ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
UAEના એરસ્પેસમાં જેવું ઘૂસ્યુ PM મોદીનું વિમાન, આજુબાજુ આવી ગ્યા F16 ફાઈટર જેટ્સ, જુઓ એસ્કૉર્ટનો VIDEO
UAEના એરસ્પેસમાં જેવું ઘૂસ્યુ PM મોદીનું વિમાન, આજુબાજુ આવી ગ્યા F16 ફાઈટર જેટ્સ, જુઓ એસ્કૉર્ટનો VIDEO
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
Advertisement

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
કોણ હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન? રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને ગણાવ્યો મજબૂત દાવેદાર
કોણ હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન? રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને ગણાવ્યો મજબૂત દાવેદાર
Embed widget