નવી દિલ્હી:  હરિયાણા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીને લઈને કૉંગ્રેસમાં વિચાર-મંથન ચાલી રહ્યું છે. સોમવારે (2 સપ્ટેમ્બર) કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. સૂત્રોનું માનીએ તો વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી 45 બેઠકો પર ચર્ચા થઈ હતી. પાર્ટીએ લગભગ 30 સીટો માટે નામ પણ ફાઈનલ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા ગઢી સાંપલાથી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાન હોડલ બેઠક પરથી ચૂંટણી લડશે.


મંગળવારે ફરી બેઠક મળશે






બાકીની બેઠકો પર મંગળવારે (3 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાથી બીજી બેઠક મળશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે સોમવારની બેઠકમાં કુમારી સૈલજા અને રણદીપ સુરજેવાલા અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ બંને પક્ષના સાંસદ છે. કુમારી સૈલજા લોકસભાના સભ્ય છે જ્યારે રણદીપ સુરજેવાલા રાજ્યસભાના સાંસદ છે. બંને વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.


બેઠક બાદ ટીએસ સિંહ દેવે શું કહ્યું ?


આ બેઠક બાદ મીડિયાના સવાલોના જવાબ આપતા છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવે કહ્યું, "જ્યાં સુધી પાર્ટી અધ્યક્ષ હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી હું કહી શકતો નથી. 49 બેઠકો પર ચર્ચા થઈ ગઈ છે." આ લિસ્ટમાં મોટા નેતા કોણ છે તેના પર તેમણે કહ્યું, "હુડ્ડા જી." ભૂપેન્દ્ર હુડ્ડા ક્યાંથી ચૂંટણી લડશે તેવા પ્રશ્ન પર ટીએસ સિંહ દેવે કહ્યું કે તેઓ જૂની બેઠક પરથી ચૂંટણી લડશે.


વિનેશ ફોગટના નામની ચર્ચા ?


આ મીટિંગમાં વિનેશ ફોગાટના નામ પર ચર્ચા થઈ હતી કે કેમ તેના જવાબમાં ટીએસ સિંહ દેવે કહ્યું, "વિનેશ જણાવશે કે તે લડવા માંગે છે કે નહીં. આ મીટિંગમાં તેના નામની ચર્ચા થઈ નથી."


હરિયાણામાં ચૂંટણી ક્યારે યોજાશે ?


હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે. 8 ઓક્ટોબરે પરિણામની ગણતરી થશે. અગાઉ ચૂંટણીની તારીખ 1લી ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી અને મત ગણતરીની તારીખ 4 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ બિશ્નોઈ સમુદાયના વર્ષો જૂના તહેવારને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તારીખો બદલવાનો નિર્ણય કર્યો હતો.  


jammu and kashmir election: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, પ્રદેશ અધ્યક્ષને પણ બનાવ્યા ઉમેદવાર