ગુરુગ્રામઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આશરે દોઢ વર્ષ સુધી દેશભરમાં સ્કૂલ-કોલેજો બંધ રહ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં ફરીથી ખુલી છે. આ દરમિયાન ભાજપ શાસિત હરિયાણામાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં બે લાખથી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી સ્કૂલમાં દાખલ થયા છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનરોલમેંટમાં પણ 11 ટકાનો વધારો થયો છે.
શા કારણે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
વિદ્યાર્થીના માતા-પિતા અને સ્કૂલ સત્તાધીશોના કહેવા મુજબ ખાનગીમાંથી સરકારી શાળામાં જવાનું મુખ્ય કારણ ફી વિવાદ છે. ડેટા પ્રમાણે રાજ્યના 22 જિલ્લાની 14 હજાર સરકારી શાળામાં ચાલુ વર્ષે ધો. 1 થી 12માં 2,33,685 નવા એડમિશન થયા છે. હાલ સરકારી શાળામાં 24 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
બે વર્ષમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીએ લીધું સરકારી શાળામાં એડમિશન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. મહાવીર સિંબના કહેવા મુજબ, છેલ્લા બે વર્ષમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીએ સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે જે ઉત્સાહજનક છે.ગત વર્ષે 1,17,903 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા હતા. 2014 થી 2019 વચ્ચે સરકારી શાળામાં પ્રવેશ લેવાની ટકાવારીમાં સરેરાશ 4 ટકાનો ઘટાડો થયો હતો. 2019-20માં સરકારી સ્કૂલમાં 30 હજાર વિદ્યાર્થીએ ડ્રોપ આઉટ લીધો હતો.
સૌથી વધુ કયા જિલ્લામાં થયા એડમિશન
નૂહ જિલ્લાની સરકારી શાળાઓમાં સૌથી વધુ 21 હજાર એડમિશન થયા છે. આ પછી ફરિદાબાદમાં 18,5123, હિસારમાં 17,263, કરનલમાં 15,473, ભીવાનીમાં 14,133, ગુરુગ્રામમાં 13,221 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. શિક્ષણ વિભાગના દાવા મુજબ વિદ્યાર્થીઓને ફ્રી ટેબ્લેટ અને 14 હજાર અંગ્રેજી મીડિયમની મોડલ સંસ્કૃત સ્કૂલના જાહેરાતથી આ વધારો થયો છે.
સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35,499 નવા કેસ નોંધાયા હતા અને 39,686 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે 447 લોકોના મોત થયા હતા. આ પહેલાના બે દિવસમાં 1108 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ 97.40 ટકા છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 52 કરોડ 40 લાખ 60 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Education Loan Information:
Calculate Education Loan EMI