ચંદીગઢ: હરિયાણામાં "સુલતાન" તરીકે ઓળખાતી ભેંસ (પાડા)નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ ભેંસની કિંમત 21 કરોડ રૂપિયા હતી અને તે તેના માલિકને કરોડો રૂપિયા કમાણી કરી આપતી હતી. રસપ્રદ બાબત એ છે કે રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે યોજાતા પશુ મેળામાં આફ્રિકન ખેડૂતે 'સુલતાન' માટે કરોડોમાં બોલી લગાવી હતી. કરોડો રૂપિયા મળતા હોવા છતાં તેના માલિકે તેને વેચવાનો ઇનકાર કર્યો હતો.


14 વર્ષનો 'સુલતાન' કરોડો રૂપિયા કમાતો હતો


'સુલતાન'ના મૃત્યુ પછી તેના માલિક નરેશ ખૂબ દુખી છે. નરેશ હરિયાણાના કૈથલ જિલ્લામાં રહે છે. 'સુલતાન'ની ઉંમર 14 વર્ષ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, 'સુલતાન' તેના માલિકને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી આપતો હતો.


મુર્રાહ નસલની ભેંસના સીમની ભારે ડિમાન્ડ હતી. હરિયાણા ઉપરાંત આખા દેશમાં તેના સીમનની માંગ હતી. નરેશના જણાવ્યા અનુસાર તેના સીમનથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી થઈ જતી હતી. સુલતાન વર્ષમાં 30 હજાર સીમનનો ડોઝ આપતો હતો જેના એક ડોઝની કિંમત 306 રૂપિયા હતી. જેના દ્વારા તે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. ત્યાં સુધી કે હિસારમાં રિસર્ચ સેન્ટરમાં પણ આવતા ખેડૂત તેના સીમનની માંગ કરતા હતા જેથી ફરીથી આવો જ એક સુલતાન તૈયાર કરી શકાય.


તેના નામે અનેક પુરસ્કારો


દેશભરના પશુ મેળામાં 'સુલતાન'નો ખતરો હતો. તેણે ઘણા મેળામાં પુરસ્કારો પણ જીત્યા હતા. દેખાતા ફિટ 'સુલતાન' નેશનલ એનિમલ બ્યુટી કોન્ટેસ્ટમાં વર્ષ 2013 માં હિસાર, ઝજ્જર અને કરનાલથી રાષ્ટ્રીય વિજેતાનો ખિતાબ જીત્યો હતો.


'સુલતાન'ની વિશેષતાઓ શું હતી?


'સુલતાન' 6 ફૂટ ઉંચો હતો.


તેનું વજન 1.5 ટન હતું.


'સુલતાન' એક દિવસમાં 10 કિલો દૂધ, 15 કિલો સફરજન, 20 કિલો ગાજર, 10 કિલો અનાજ અને 10-12 કિલો લીલા પાંદડા ખાતો હતો.


'સુલતાન' દારૂ પણ પીતો હતો.