Health Ministry Is Likely to Impose Air Suvidha : નવા વર્ષ પહેલા કોરોનાને લઈને ચીન તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તેની અસર ભારતમાં પણ વર્તાવવા લાગી છે. ભારત એલર્ટ મોડમાં આવી ગયું છે. ખતરો પણ ગંભીર છે અને કોરોના ફરી ડરવવા લાગ્યો છે. રોગચાળામાંથી બોધપાઠ લઈ સરકાર ગંભીર બની છે. ચીન, જાપાન, સાઉથ કોરિયા જેવા દેશોમાંથી ખતરાની ખંટી વાગી ચુકી છે. જેથી દેશના તમામ એરપોર્ટ એલર્ટ મોડ પર છે. અહીં રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પોઝિટિવ આવ્યા છે તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. 


સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસને લઈને એર સુવિધા લાગુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત ચીન સહિત 5 દેશોમાંથી આવતા મુસાફરોનો નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવશે.


આંતરરાષ્ટ્રીય મુસાફરીને લઈને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પરની ભ્રમની સ્થિતિ પર આરોગ્ય મંત્રાલય દ્વારા હવાઈ સુવિધા લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંતર્ગત એક પોર્ટલ શરૂ કરવામાં આવશે. જ્યાં થાઈલેન્ડ (બેંગકોક), ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોમાંથી ઉડાન ભરતા પહેલા મુસાફરોએ તેમનો કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને નેગેટિવ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


સત્તાવાર સૂત્રોએ બુધવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સરકાર આવતા સપ્તાહથી ચીન સહિત પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે આગામી 40 દિવસ નિર્ણાયક હશે કારણ કે ભારતમાં જાન્યુઆરીમાં કોવિડમાં વધારો જોવા મળી શકે છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે જો મોજા આવે તો પણ મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો હશે. સૂત્રોએ જણાવ્યું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોરથી આવનારા મુસાફરો માટે આવતા સપ્તાહથી એર ફેસિલિટી ફોર્મ ભરવાનું અને 72 કલાક અગાઉ RT-PCR ટેસ્ટ કરાવવું ફરજિયાત કરવામાં આવી શકે છે.


નવી લહેરની ભારત પર શું થશે અસર?


કેલિફોર્નિયા સ્થિત સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, BF.7 વેરિઅન્ટ કે જેણે ચીનમાં હાહાકાર મચાવ્યો છે તે ફેબ્રુઆરી 2021 થી 90 દેશોમાં આવા આનુવંશિકતા સાથેનો પ્રકાર દેખાયો છે. તે Omicronના BA.5 સબ વેરિઅન્ટ ગ્રૂપનો એક ભાગ છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારત પર તેની વધુ અસર નહીં થાય. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતની મોટાભાગની વસ્તી ડબલ ઈમ્યુનિટી ધરાવે છે, ડબલ એટલે કે એક કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને એક જે રસી પછી લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ગઈ છે તે.


ચીનમાં કોરોનાને લઈ હાહાકાર


કોરોના વાયરસના નવા પ્રકારે ચીનમાં ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અહેવાલો અનુસાર ચીનમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. રોજનો આંકડો લાખોમાં જઈ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્થિતિએ હવે ગંભીર બની છે કે, દર્દીઓને જગ્યા પણ નથી મળી રહી. ચીનમાં દવાઓની પણ ભારે અછત વર્તાઈ રહી છે.