Health Tips: શરીરમાં દુખાવો થતાં આપણે સામાન્ય રીતે પેઇન કિલર લેવાનું પસંદ કરીએ છીએ. જો કે લાંબા સમય સુધી અને જરૂરિયાતથી વધુ તેનો ઉપયોગ કરવાથી નુકસાન થાય છે, જાણીએ કઇ સ્થિતિમાં સેવન કરવાથી નુકસાનકારક સાબિત થાય છે.


શરીરમાં થોડો પણ દુખાવો થાય તો આપણે પેઇન કિલર લઇને તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને દુખાવાથી તરત જ રાહત પણ મળી જાય છે. જો કે આ પેઇન કિલર શરીરમાં સાઇડ ઇફેક્ટ પણ છોડી દે છે.તો જાણી કઇ સ્થિતિમાં તેનો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.


પેઇન કિલરના વધુ સેવનથી કિડની, લિવર, અને હાર્ટ સહિત શરીરના અનેક અંગોમાં તેનો દુષ્પ્રભાવ પડે છે. નિયમિત પેઇન કિલર લેવાથી કિડની અને લિવર ડેમેજ થાય છે. વધુ પેઇન કિલરનું સેવન હાર્ટ અટેકના જોખમને પણ નોતરે છે.


આડેધડ પેઇન કિલર લેવાથી અચાનક બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે. પેટમાં બ્લિડિંગ પણ થઇ શકે છે. કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે. વધુ પેઇન કિલરનું સેવન માનસિક સ્વાસ્થ પર પણ અસર પાડે છે. પેઇન કિલર ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે.


આ સ્થિતિમાં જીવલેણ સાબિત થાય છે પેઇન કિલર
જો દુખાવો સહન થઇ શકતો હોય તો પેઇન કિલર ન લેવી જોઇએ.
પેઇન કિલર લીધા બાદ પેટમાં દુખાવો થતો હોય તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દેવો જોઇએ
પ્રેગ્નન્સીમાં પેઇન કિલરનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે. જો કે આ સમય દરમિયાન પેરાસિટામોલ લઇ શકાય છે.
બીપી, ડાયાબિટિસ કિડનીના દર્દીઓએ ડોક્ટરની સલાહ બાદ જ પેઇન કિલર લેવી જોઇએ.
ખાલી પેટ ક્યારેય પેઇન કિલરનું સેવન ન કરવું જોઇએ. આવું કરવાથી લિવર, પેટ, કિડનીને નુકસાન થાય છે.


આ વાતનું ખાસ ધ્યાન રાખો
પેઇન કિલર લીધા પહેલા તેની સાઇડ ઇફેક્ટ જાણી લો જે રેપર પર લખેલી હોય છે. કેટલીક પેઇન કિલર જેમકે ઇબ્યુપ્રોફેન Non-steroidal anti inflammatory drugs (NSAID)  હોય છે. તેનું સેવન પણ ખતરનાક સાબિત થઇ શકે છે. આવી દવા આંતરડાંને ઝડપથી નુકસાન પહોંચાડે છે. કિડની, હાર્ટ, બ્લડ અને લિવર સાથે જોડાયેલા ઇન્ફેકશન થઇ શકે છે.