હેલ્થ:જો આપ હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ સંબંધિત સમસ્યાથી બચવા ઇચ્છતા હો તો આ ફળ અને સબ્જી અને અનાજને જરૂર સામેલ કરો, આવું કરવાથી આપ હાર્ટ અટેકના  જોખમને ઘટાડી શકાય છે.


આજકાલ 35થી 40 વયના લોકો પણ હાર્ટ અટેક અને હાર્ટ સંબંધિત સમસ્યાથી પીડિતા જોવા મળે છે. જેનું કારણ બદલતી જીવનન શૈલી અને ખાવા પીવાની ખરાબ આદત છે. જે હાર્ટ સંબંધિત ગંભીર બીમારીને આમંત્રણ આપે છે.


શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, ગૂડ અને બેડ. જો બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થાય તો હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. જો કે ખાવાપીવાની કેટલીક આદતોને સુધારીને બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે. તો જાણીએ કયાં ફળો અને સબ્જીને સામેલ કરવાથી કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડી શકાય છે.


ડાયટમાં સામેલ કરો આ ફળ
ડાયટમાં ફળોને સામેલ કરવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. ફળો ફાઇબરથી ભરપૂર હોવાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ઉપયોગી છે.


સફરજન અને ખાટાં ફળો
આ ફળોમાં ભરપૂર માત્રામાં સફરજન હોય છે.તેમાં ખાસ પ્રકારનું ફાઇબર જોવા મળે છે, જેને પ્રેક્ટિન કહેવાય છે. આ ફળોને આપ ડેઇલી રૂટીનમાં સામેલ કરી કોલેસ્ટોલને ઘટાડી શકો છો.


બેરીઝ અને અંગૂર
કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે આપ બધા જ પ્રકારના બેરીઝ, જેવા કે સ્ટ્રોબેરી,બ્લૂબેરી,  રસબેરી, અંગૂરને ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં પણ પેક્ટિન સારી માત્રામાં હોય છે. તેમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.


અવોકાડો
અવોકાડાને સેવનથી  શરીરમાં બેડ કેલોસ્ટ્રોલ ઓછું થઇ જાય છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. અવોકાડોમાં  મોનોસૈચુરેટેડ ફેટ         અને ફાઇબર હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે.


ડાયટમાં આ સબ્જીને કરો સામેલ


પાલક
પાલક શરીર માટે ખૂબ જ ફાયદારક છે. પાલક ખાવાથીી શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ વધે છે. જે કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે.


લીલા પાનવાળા શાક
બેડ કોલસ્ટ્રોલ ઘટાડવા માટે  આપણે નિયમિત રીતે લીલા શાકભાજી લેવા જોઇએ. લીલી પાનાના શાકભાજીમાં લ્યુટિન અને કૈરોટેનોઇડસ હોય છે. જે હાર્ટ સંબંધિત બીમારીના જોખમને ઓછું કરે છે.


ભીંડો
ભીડો કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આપ ભીડાનું શાક અથવા તેનું પાણી પણ પી શકો છો. પાણી માટે ભીંડાને કાપીને આખી રાત પલાળી દો. સવારે આ પાણીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.


રીંગણ
કોલેસ્ટ્રોલના દર્દી માટે રીંગણ ફાયદાકારક સબ્જી છે.  રીંગણ પાચન તંત્ર માટે પણ શ્રેષ્ઠ મનાય છે. રીંગણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.