Rain Forecast:દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે (Meteorological Department)કેટલાક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસા દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થાય છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય દેખાતો નથી. ભારતીય હવામાન વિભાગે આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની  (heavy rain)આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે  દક્ષિણ કર્ણાટક અને દરિયાકાંઠાના કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.


ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી


રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ, મોરબી,જામનગરમાં અને દ્વારકા,પોરબંદર,બનાસકાંઠા, પાટણ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શકયતાને જોતા  વરસાદનું યલો એલર્ટ આપવાં આવ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની (heavy rain) સંભાવના છે. આ સાથે કોંકણ અને ગોવામાં આજથી 3 ઓગસ્ટ સુધી, પશ્ચિમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 1 થી 3 ઓગસ્ટ સુધી, પૂર્વ મધ્ય પ્રદેશમાં આજથી 3 ઓગસ્ટ સુધી અને વિદર્ભમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની (heavy rain) શક્યતા છે.


આ સાથે 3 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશ, ગુજરાત પ્રદેશ અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેમજ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેમજ મરાઠવાડામાં 3જી ઓગસ્ટે અને વિદર્ભમાં આજથી 3જી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે.


ઉત્તરાખંડમાં વરસાદી માહોલ જામ્યો  છે. આજે અને આવતીકાલે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. આવતીકાલે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.


આ સાથે, આજથી 3 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આજથી 2 ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે દક્ષિણ ભારતમાં આજે દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે અને આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત 01 ઓગસ્ટે કોસ્ટલ અને દક્ષિણ  કર્ણાટકમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.