Mumbai Heavy Rain:શુક્રવારે સવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. સાવચેતીના પગલાં અને વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતાં રેલવેની લોકલ ટ્રેનો મોડી પડી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, વરસાદને કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે અને પશ્ચિમ રેલવે પર કેટલીક ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

Continues below advertisement

શું છે હવામાન વિભાગનું અપડેટ્સ

હવામાન વિભાગે મુંબઈ અને તેના તમામ પડોશી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. પીટીઆઈ અનુસાર, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, રાયગઢમાં શુક્રવારે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Continues below advertisement

આ વિસ્તારોમાં ભારે વરસાદ

શુક્રવાર સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અંધેરી, બોરીવલી, દહિસર, મલાડ, ગોરેગાંવ, કાંદિવલી, સાંતાક્રુઝ, વિલે પાર્લે અને બાંદ્રા જેવા ઉપનગરીય વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં, શહેરમાં ક્યાંય પાણી ભરાવાની કોઈ શક્યતા નથી, પરંતુ જો વરસાદ આ ગતિએ ચાલુ રહેશે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.                                                                                                                                          

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. પોલીસે X પર લખ્યું - "મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે, નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે,તેઓ ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર રહે, દરિયાકાંઠાના વિસ્તારો ટાળે અને કાળજીપૂર્વક વાહન ચલાવે. અમારા અધિકારીઓ અને સ્ટાફ સંપૂર્ણપણે સતર્ક છે અને મુંબઈવાસીઓને મદદ કરવા માટે તૈયાર છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, 100/112/103 પર ફોન કરો."