11 મેથી 13 મેની વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતના હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. વિભાગ અનુસાર, અરબ સાગર તરફથી આવતા ઝડપી પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે. વિભાગે કહ્યું કે, 12 ને 13 મેના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે.


સોમવારે દિલ્હીમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. 12, 13 અને 14 મેના રોજ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ સોમવાર અને મંગળવારે વાતાવરણમાં પલટો આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં બુધવારે અન્ય દિવસોની તુલનામાં વધારે સમય સુધી વરસાડ પડી શકે છે. વિતેલા 24 કલાકમાં કેરળમાં અનેક જગ્યે વરસાત પડ્યો, જેના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.


દિલ્હી અને આસપાસના વિસતારમાં પડી શકે છે વરસાદ


હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સોમવારે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારે પવન અને સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. આ પહેલા રવિવારે ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મેઘાલય, અસમ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં સામાન્ય વરસાદ પડ્યો. જ્યારે રાજસ્તાન, પૂર્વ મધ્ય પ્રદેશ ઝારખંડ, બંગાળ અને બિહારના પૂર્વ ભાગમાં સામાન્ય વરસાદ થયો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, રવિવારે સામાન્ય વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ 173 પોઈન્ટ રહ્યો. અવો અંદાજ છે કે આગામી ત્રણ દિવસની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ તેની આસપાસ જ રહેશે.


બિહારમાં વાતાવરણમાં પલટો


બિહારમાં સોમવારે વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. થોડા દિવસથી તેની અસર જોવા મળી રહી હતી. સોમવારે સવારે પટનામાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. પટનામાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન જોવા મળ્યો હતો. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય જિલ્લામાં પણ જોવા મળી. બિહારના મધુબની, દરભંગા, સમસ્તીપુર સહિત અનેક જિલ્લામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો.