snowfall forecast in Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે બરફવર્ષાની આગાહી છે.  જેના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે કાશ્મીરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે.  જમ્મુ-કશ્મીના સોનમર્ગમાં ભારે હિમવર્ષાના કારણે વાતાવરણ ખીલી ઉઠ્યું છે. સોનમર્ગમાં અંદાજે 9 ઈંચથી વધુ બરફવર્ષા થઈ છે. 


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે બરફવર્ષાનું અનુમાન છે.  તો ગુલમર્ગ-સોનમર્ગ સહિત ઘાટીના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા આફત બની છે. શ્રીનગર-લેહ હાઈવે  બંધ કરવામાં આવ્યો છે. શોપિયાં અને રાજોરી-પુંછને જોડતો રસ્તો પણ બંધ કરાયો છે. સતત બરફવર્ષાના કારણે લોકો મુશ્કેલીમાં છે. કશ્મીરના કેટલાક મેદાની વિસ્તારોમાં 1-2 ઈંચ અને પહાડી વિસ્તારમાં અંદાજે 10 ઈંચ બરફવર્ષા થઈ છે. 


લદ્દાખના ઉપરના વિસ્તારોમાં ઘણી જગ્યાએ ફ્રેશ હિમવર્ષા


કાશ્મીર અને લદ્દાખના ઉપરના વિસ્તારોમાં ઘણી જગ્યાએ ફ્રેશ હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન વધુ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 10 ડિસેમ્બરની સાંજ દરમિયાન કાશ્મીરના મેદાની વિસ્તારોમાં 1-2 ઈંચ અને ઊંચા વિસ્તારોમાં લગભગ 10 ઈંચ હિમવર્ષાની આગાહી કરી હતી.


ખીણના કેટલાક ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા


હવામાન વિભાગના અધિકારીઓએ અહીં જણાવ્યું કે ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં 0.6 સેમી અને લેહમાં 0.5 સેમી હિમવર્ષા થઈ છે. તે જ સમયે, સોનમર્ગના ઊંચા વિસ્તારોમાં અને ગુરેઝ સહિત ખીણના કેટલાક ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી.


4-6 ઈંચ બરફ પડી શકે છે


આજે રાત્રે અથવા આવતીકાલે બપોર સુધી કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવો હિમવર્ષા (1-2 ઇંચ) થવાની સંભાવના છે. સિન્થન પાસના મેટ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં 4-6 ઈંચ બરફ પડી શકે છે, ખાસ કરીને ગુલમર્ગ, સોનમર્ગ-ઝોજિલા-ગુમરી એક્સિસ, રાઝદાન પાસ, સાધના પાસ, મુગલ રોડ વગેરે વિસ્તારમાં બરફવર્ષા થઈ શકે છે. 


લદ્દાખમાં લેહમાં માઈનસ 4.8 ડિગ્રી


શ્રીનગરમાં લઘુત્તમ તાપમાનમાં પણ શીત લહેર યથાવત છે અને પારો સતત શૂન્યથી નીચે નોંધાઈ રહ્યો છે, જ્યારે લદ્દાખમાં લેહમાં માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ, કારગીલમાં માઈનસ 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. લદ્દાખ ક્ષેત્રમાં ઠંડીના કારણે ઘણા પ્રવાહો અને ધોધ સંપૂર્ણ અથવા આંશિક રીતે થીજી ગયા છે.